દેશના તમામ રાજકિય પક્ષો ભાજપ સામે એકજુથ થઈ રહ્યા છે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષોને સંગઠિત કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાતના એક દિવસ બાદ આજે મંગળવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી.
નીતીશ કુમાર ભાજપ સામે એક સંગઠિત મોરચો બનાવવા વિવિધ રાજકિય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે. નીતીશ કુમાર દિલ્લીમાં દેશના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, તેમણે રાહુલ ગાંધી સાથે પણ લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. તેમણે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ સહિત વિવિધ નેતાઓ સાથે મુલાકાતની યોજના બનાવી છે. તે ઉપરાંત નિતિશ કુમાર NCP નેતા શરદ પવાર, SP નેતા અખિલેશ યાદવ, CPI નેતા ડી રાજા, અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ કરશે. નીતીશ કુમાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ બેઠક યોજશે.मेरे घर पधारने के लिए नीतीश जी का बहुत-बहुत शुक्रिया। देश से संबंधित कई गंभीर विषयों पर चर्चा हुई - शिक्षा, स्वास्थ्य, ऑपरेशन लोटस, इन लोगों द्वारा खुले आम MLA की ख़रीद फ़रोख़्त करके जनता द्वारा चुनी सरकारों को गिराना, भाजपा सरकारों का बढ़ता निरंकुश भ्रष्टाचार, महंगाई, बेरोज़गारी pic.twitter.com/iKkz4IWmCd
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 6, 2022