ત્રણ મંત્રાલયોની માગ કરી નીતિશ કુમારે? જો આ માગો સ્વીકારાશે તો જ નીતિશ કુમાર આપશે ટેકો? જાણો શું મળી સૂત્રો પાસેથી માહિતી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 18:01:47

લોકસભા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું ત્યારથી તમામના મનમાં સવાલ છે કે સરકાર કોની બનશે? એક તરફ NDAએ છે તો બીજી તરફ I.N.D.I.A છે. ભાજપને 272ને મત નથી મળ્યા, 272નો જાદુઈ આંકડો પાર નથી કરી શકે કે જેનાથી તે એકલા હાથે સરકાર બનાવી શકે.. ભાજપને જો સત્તા પર આવું છે તો એનડીએમાં સામેલ પાર્ટીનો સહારો લેવો પડશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનેક લોકોના મોંઢે સાંભળ્યું હશે કે એન ફેક્ટર પર આ સરકારનું ભવિષ્ય રહેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે અગ્નિવીર યોજનામાં બદલાવ કરવાની માગ પણ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. 



નીતિશ કુમારે ત્રણ મંત્રાલયોની કરી માગ 

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ગઈકાલે એનડીએની બેઠક માટે દિલ્હી આવ્યા હતા. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, મળતી માહિતી અનુસાર નીતિશ કુમારે ત્રણ મંત્રાલયની માગ કરી છે.. એવી પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે કે નીતિશ કુમારે એવી માગ પણ રાખી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.. તે ઉપરાંત તેમના ચાર સાંસદો માટે એક મંત્રાલયની ફોર્મ્યુલા બનાવવામાં આવે તેવી સરકારની સામે રાખી છે. વાસ્તવમાં, 12 સાંસદ JDUના છે, તેથી તેને 3 મંત્રાલય જોઈએ છે.  



જ્યારે અનેક પાર્ટી ભેગી થઈ સરકાર બનાવે છે ત્યારે...

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ નીતીશ કુમારને રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જોઈએ છે. જ્યારે રેલ્વે મંત્રાલય પ્રાથમિકતા પર છે. મહત્વનું છે કે આ વખતે મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે.. મહત્વનું છે કે એવું માનવામાં આવે છે કે જ્યારે ગઠબંધનમાં સરકાર હોય છે ત્યારે સાથી પક્ષોના સાંસદને સાચવવા પડે છે.. જે સ્વતંત્ર પણે પાર્ટીને ફેંસલો લેવો હોય તે લઈ નથી શકતા.. સાથી પક્ષોને પૂછ્યા વગર આગળ કોઈ પણ કાયદો, કાયદામાં ફેરફાર નથી કરી શકતા. ત્યારે જોવું રહ્યું કે નીતિશ કુમારે ભાજપ સામે કઈ શરતો મૂકી છે? એવી માહિતી પણ સામે આવી રહી છે કે 9 જૂને શપથ વિધી સમારોહ યોજાઈ શકે છે..     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?