લોકસભા ચૂંટણી 2024 પહેલા વિપક્ષોની એકતાના હેતુથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બંગાળની મમતા બેનર્જી સાથે મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. તેમની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ મમતાને મળ્યા છે. બેઠકમાં ત્રણ નેતાઓ વચ્ચે વિપક્ષી એકતાને મજબુત કરવા અંગે ચર્ચા થઈ હતી.
#WATCH | Bihar CM & JD(U) leader Nitish Kumar alongwith Deputy CM & RJD leader Tejashwi Yadav meets West Bengal CM & TMC leader Mamata Banerjee in Kolkata pic.twitter.com/j9vRg5HNgn
— ANI (@ANI) April 24, 2023
નીતિશ કુમારે શું કહ્યું?
#WATCH | Bihar CM & JD(U) leader Nitish Kumar alongwith Deputy CM & RJD leader Tejashwi Yadav meets West Bengal CM & TMC leader Mamata Banerjee in Kolkata pic.twitter.com/j9vRg5HNgn
— ANI (@ANI) April 24, 2023બિહારના મુખ્યમંત્રીએ મામતા સાથે બેઠક બાદ કહ્યું હવે ખબર નથી કે આ ઈતિહાસ બદલી કે શું કરશે? તમામે સતર્ક રહેવાનું છે, એટલા માટે અમે બધા સાથે ચર્ચા કરી રહ્યા છિએ. અમારા વચ્ચે ખુબ જ સારી ચર્ચા થઈ છે. અમે ભવિષ્યમાં અન્ય પાર્ટીઓને સાથે ચર્ચા કરીશું.
મમતા બેનર્જીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, મે નિતીશજીને વિનંતી કરી છે કે જય પ્રકાશજીનું આંદોલન બિહારમાં થયું હતું તો અમે પણ બિહારમાં ઓલ પાર્ટી મીટિંગ કરીશું. અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે બધાની સાથે છીએ. મે તો પહેલા જ કહીં દીધું હતું કે કે મને કોઈ કોઈ વાંધો નથી. હું ઈચ્છું છું કે ભાજપ શુન્ય થઈ જાય.
અખિલેશ સાથે પણ મુલાકાત કરશે નીતિશ કુમાર
મમતા સાથે મુલાકાત બાદ નિતીશ કુમાર સીધા જ લખનઉ પહોંચીને સપા નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરશે. અગાઉ ગત મહિને જ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કોલકાત્તાના કાલીઘાટમાં મમતા સાથે મુલાકાત કરી હતી.બેઠકમાં બંને નેતાઓએ કોંગ્રેસ સાથે અંતર રાખી અને 2024ની ચૂંટણીમાં ભાજપા સામે ક્ષેત્રીય શક્તિઓની એકતા પર ફોકસ રાખવા અંગે સંમતી બની હતી.