નીતિશ કુમારે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે. રવિવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ નીતીશ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નીતિશ કુમારની સાથે ભાજપના બે દિગ્ગજ નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આજે BJP, JDU અને HAM પાર્ટીના 8 ધારાસભ્યોએ પણ મંત્રી બન્યા હતા. આ દરમિયાન જેપી નડ્ડા અને બીજેપીના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ધારાસભ્યો બન્યા મંત્રી#WATCH नीतीश कुमार के नेतृत्व वाली नई सरकार में कुल 8 नेताओं ने कैबिनेट मंत्री के रूप में शपथ ली।
भाजपा से तीन- सम्राट चौधरी, विजय कुमार सिन्हा, प्रेम कुमार।जेडीयू से तीन- विजय कुमार चौधरी, बिजेंद्र प्रसाद यादव, श्रवण कुमार और हिंदुस्तानी अवाम मोर्चा (सेक्युलर) के अध्यक्ष संतोष… pic.twitter.com/hk6qDMOaDj
— ANI_HindiNews (@AHindinews) January 28, 2024
#WATCH नीतीश कुमार के नेतृत्व वाली नई सरकार में कुल 8 नेताओं ने कैबिनेट मंत्री के रूप में शपथ ली।
भाजपा से तीन- सम्राट चौधरी, विजय कुमार सिन्हा, प्रेम कुमार।जेडीयू से तीन- विजय कुमार चौधरी, बिजेंद्र प्रसाद यादव, श्रवण कुमार और हिंदुस्तानी अवाम मोर्चा (सेक्युलर) के अध्यक्ष संतोष… pic.twitter.com/hk6qDMOaDj
રાજ્યપાલે નીતિશ કુમાર સહિત 9 લોકોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નીતીશ કુમાર ઉપરાંત જે બે ચહેરાઓને ભાજપના કોટામાંથી ડેપ્યુટી સીએમ પદ મળ્યું છે તેમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનો સમાવેશ થાય છે. નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરીએ શપથ લીધા. આ સિવાય વિજય ચૌધરી, શ્રવણ કુમાર, ડૉ.પ્રેમ કુમાર, સંતોષ કુમાર સુમન, વિજેન્દ્ર યાદવ, સુમિત સિંહે મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, એલજેપી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, પશુપતિ પારસ, જીતન રામ માંઝી સહિત આ શપથ ગ્રહણ સમારોહમાં એનડીએના ઘટક પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા.