ગઈકાલથી નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. રાજ્યમાં વસ્તી વૃદ્ધિની ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન તેમણે એવી વાત કહી દીધી કે મહિલા ધારાસભ્યો તે વાતનો વિરોધ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે જ્યારે મુખ્યમંત્રી નિતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મહિલા ધારાસભ્યોએ તેમને પ્રવેશ ન કરવા દીધા. મહિલા ધારાસભ્યોની નીતિશ કુમારે માફી માગી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની ન હતી. હું છોકરીઓની શિક્ષા પર બોલી રહ્યો હતો, જન્મ દર પર બોલી રહ્યો હતો. જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.
વિધાનસભામાં સેક્સને લઈ આપ્યું નિવેદન
બિહાર વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો ત્રીજો દિવસ છે. ગઈકાલે જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે વખતે નીતિશ કુમારે એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. નિવેદનમાં નીતિશ કુમાર એવું સમાજાવવા માગતા હતા કે છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. એ નિવેદન બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો. આજે બિહારના મુખ્યમંત્રી જ્યારે વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ધારાસભ્યોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો.
#WATCH | Bihar CM Nitish Kumar says, "I apologise & I take back my words..." pic.twitter.com/wRIB1KAI8O
— ANI (@ANI) November 8, 2023
નિવેદનને લઈ મુખ્યમંત્રીએ માફી માગી
#WATCH | Bihar CM Nitish Kumar says, "I apologise & I take back my words..." pic.twitter.com/wRIB1KAI8O
— ANI (@ANI) November 8, 2023સોશિયલ મીડિયા પર નીતિશ કુમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઈ રહ્યા હતા. ટ્વિટર પર તે ટ્રેન્ડીંગ હતા. ત્યારે વિવાદ વધતા મુખ્યમંત્રીએ માફી માગી છે.