ગુજરાતની રાજનીતિમાં બેબાક અંદાજ, બોલવાની છટા અને પોતાના અલગ અંદાજને લઈને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાણીતા છે... એવામાં ફરી એકવાર નીતિન પટેલે એક નિવેદન કર્યું અને ચર્ચામાં આવ્યા આ નિવેદન રાજકીય નથી.. પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે બોલ્યા એટલે ચર્ચાઓ શરુ થઈ ગઈ... નીતિન પટેલે એવું કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુસ્સો કરશે તો હું ઈનામ આપીશ...
ઊંઝામાં ધજા મહોત્સવ દરમિયાન નીતિન પટેલે આપ્યું નિવેદન!
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ધજા મહોત્ત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી. નીતિન પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરશે તેને હું ઇનામ આપીશ.... નીતિન પટેલે ઊંઝા મહોત્ત્સવ દરમિયાન કહ્યું કે, આપણા હિન્દૂ ધર્મમાં મંદિર જેટલું જ ધજાનું મહત્ત્વ છે. યથા શક્તિ પ્રમાણે ભક્તો ધજા ચઢાવતા હોય છે. ઊંઝા એ ગુજરાતના લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઊંઝા સંસ્થા દ્વારા અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે.
મુખ્યમંત્રીના વખાણ કરતા કહ્યું કે....
હાલમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ભારતમાં પણ મા ઉમાના મંદિરો બન્યા છે. અમેરિકામાં પણ કરોડો રૂપિયાના મંદિરો બન્યા છે. અમદાવાદ સોલામાં પણ ઊંઝા મંદિર જેવું મંદિર બનવા જઇ રહ્યું છે. આ ધજા મહોત્ત્સવમાં 4 કરોડથી વધુ દાન ઉમિયા માતાને મળ્યું છે. ઊંઝા સંસ્થાને જ્યારે જરૂર પડી છે ત્યારે રાજ્ય સરકારે મદદ કરી છે... આ બધી વાતોની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, "લોકપ્રિય આવા મુખ્યમંત્રી હું નથી માનતો કે આપણને મળશે. હસતાને હસતા જ રહે છે કોઇ દિવસ નારાજ થતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરે તેને હું ઇનામ આપીશ. કોઇ મુખ્યમંત્રીને ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય અને મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઇને હસતા હસતા બહાર જાય છે.એમનામાં જાદુ છે."
ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો...
2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડનાર ભૂપેન્દ્ર પટેલ માટે 1 સપ્ટેમ્બર, 2021 નો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. કેન્દ્રીય મોવડી મંડળે તત્કાલીન વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ઘાટલોડિયા વિધાનસભા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને એકાએક રાજ્યની ધુરા સંભાળવા કહ્યું. મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્ર પટેલે અનેક પડકારો વચ્ચે સત્તા સંભાળી આવી વાતો છે... એ બધાની વચ્ચે એમની સામે પડકારો પણ અઢળક છે.. સતત વધતા ટ્રાફિક, જીવલેણ અકસ્માત, ગુના-આત્મહત્યા, દારૂકાંડ, જાહેરમાં દાદાગીરીના અનેક બનાવો બાબતે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘણું કરવાનું બાકી છે. રાજ્યમાં પકડાતા નકલી અમલદારો, સરકારી ઓફિસો, ટોલનાકાંથી રાજ્ય સરકારની છબીને આંચ આવે છે. રાજ્યના મતદારોએ જ્યારે ખોબલે-ખોબલે મત આપી 156 બેઠકો આપી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારની જવાબદારી પણ બેવડી બને છે.... પૂર આવે અને લોકો પરેશાન થાય, વરસાદ આવે અને લોકો પરેશાન થાય... આ બધી બાબતોનું પણ હસતા હસતા મુખ્યમંત્રી સમાધાન લાવે એ બહુ જરુરી છે... ત્યારે નીતિન પટેલના નિવદેન પર તમારૂં શું માનવું છ ે તે અમને કમેન્ટમાં જણાવજો..