નીતિન પટેલએ ખૂલીને બોલ્યા "હું મેહસાણા છોડવાનો નથી"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 17:46:42

ગુજરાત વિધાનસભાની ચુંટણી જનીક આવી રહી છે ત્યારે દરેક નેતાઓ કઈક નવું બોલતા હોય છે અને સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થયો છે આજે નીતિન પટેલના હાસ્ય પાછળનું દર્દ છલકાઈ આવ્યું છે. તેમણે કહ્યું કે, હું અલગ માટીનો ખેલાડી, લડાવીને જતા રહેવા વાળો નથી.


નીતિન પટેલએ શું કહ્યું ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ સામેથી મોવડીમંડળને પત્ર લખીને નહીં લડવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ રાતોરાત ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જ રાજકારણ પણ ગરમાયું હતું. એવું પણ કહેવાય છે કે નીતિન પટેલે તેમના ત્રણ સમર્થકોને કડી, વિજાપુર અને મહેસાણા બેઠકોની ટિકિટ અપાવવામાં સફળતા મેળવી છે. મહેસાણા ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સાથે મંચ પર જોવા મળેલા નીતિનભાઈએ કાર્યકરોને કહ્યું હતું કે તમને બધાને નવાઈ લાગતી હશે કે મેં કેમ સામેથી ના પાડી. મહેસાણામાં એકતરફી અભિપ્રાય મારો આવ્યો હતો. મોવડીમંડળ મારા નામની જાહેરાત કરે એ પહેલાં મેં સામેથી પત્ર લખીને ના પાડી છે.


વધુમાં તેમણે વધુ કહ્યું કે તમને બધાંને કહી દવ હું મહેસાણા છોડવાનો નથી. ચૂંટણી લડાઈને જતો રહેવા વાળો આ ખેલાડી નથી. એ રાજકારણીઓ જુદા. આ બધા અહી હાજર છે એમને પૂછો. જેટલી મી મહેસાણાની ખબર રાખી છે. એટલી કડીની મને ખબર હોય જ.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...