ગુજરાત ભાજપના બે નેતાઓને મળી મોટી જવાબદારી, નીતિન પટેલની રાજસ્થાનના અને મનસુખ માંડવિયાની છત્તીસગઢના સહચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-07 18:28:58

દેશમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના પગલે ચૂંટણી રાજ્યોમાં દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા અને પૂર્વ  ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ નેતાઓને મળી મોટી જવાબદારી


ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં પ્રભારી અને સહપ્રભારીને નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા માટે પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહ-ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરાઇ છે. ભાજપ દ્વારા રાજસ્થાનના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશીની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નીતિન પટેલ, કુલદીપ બિશ્નોઇની નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ઓમ પ્રકાશ માથુર, જ્યારે સહ ચૂંટણી પ્રભારી તરીકે મનસુખ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને સહ ચૂંટણી પ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. તેલંગાણાના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રકાશ જાવડેકર અને સહ ચૂંટણી પ્રભારી તરીકે સુનીલ બંસલની નિમણૂક કરવામાં આવી છે.


તાજેતરમાં જ ભાજપે 4 રાજ્યોમાં બદલ્યા હતા પ્રદેશ પ્રમુખ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા હતા. જે રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા તેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબૂલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ અને તેલંગાણામાં જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?