કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ આવતી કાલે કેસરીયા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 19:24:06

વિધાનસભાની ચૂંટણી પહેલા આયારામ ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવાની ફિરાકમાં છે. ભાજપ પણ આ નેતાઓનું બે હાથ ફેલાવીને સ્વાગત કરે છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા હતા, હવે વધુ એક કોંગ્રેસી નેતા કેસરીયો ખેસ ધારણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે.


પાટીલની હાજરીમાં નીતિન પટેલ ભાજપમાં જોડાશે


ભાજપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ કાલે ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના નેતા નીતિન પટેલ વર્ષ 2017માં નારણપુરા બેઠક પર ચૂંટણી લડ્યા હતા પણ ભાજપના કૌશિક પટેલ સામે હારી ગયા હતા.


કૌશિક પટેલનું પત્તુ કપાશે


ભાજપના વર્તમાન ધારાસભ્ય કૌશિક પટેલને ભાજપ નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટ નહીં આપે તેવું પાર્ટી વર્તુળોનું કહેવું છે. આમ પણ કૌશિક પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ભાજપ આ વખતની ચૂંટણીમાં કોઈ નવા ઉમેદવારની શોધમાં છે. હવે જ્યારે  કૌશિક પટેલ ભાજપમાં જોડાશે તો તેમને નારણપુરા સીટીની ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...