ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા માટે મતગણતરી ચાલી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પરથી જીતની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ભાજપની સરકાર બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા છે. દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બનાવી રહ્યું છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજસ્થાનના પ્રભારીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ઘણા સમયથી ભારતની જનતા જેની રાહ જોતી હતી તે શુભ દિવસ આજે છે. આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે "રાજસ્થાનની જનતાએ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકાર બનાવી છે. હવે ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ અમારી સરકાર કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે."
દરેક ઘરમાં મોદી સરકારનું કામ પહોંચ્યું છે - ઋષિકેશ પટેલ
નીતિન પટેલ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે. પરિણામો ખૂબ સારા છે. દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યું છે. નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે. દેશ પીએમ મોદીને ચાહે છે.