કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક વાર નહીં પરંતુ ત્રણ વખત ધમકી ભરેલા ફોન આવ્યા હતા. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરાયો હતો. ફોન આવવાને કારણે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. ધમકી ભર્યો ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. ધમકી ભરેલા ફોન કરનાર વ્યક્તિની ઓળખાણ થઈ ગઈ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જેલમાં બંધ ગૈંગસ્ટર જયેશ કાંથાએ ધમકી ભર્યા ફોન કર્યા હતા.
ત્રણ વખત આવ્યા હતા ધમકીભર્યા ફોન
અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી વાળા ફોન આવતા હોય છે. ત્યારે ધમકી ભરેલો ફોન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં આવ્યો હતો. ત્રણ વખત ધમકી ભર્યા ફોન આવ્યા હતા. જેને કારણે તેમની સુરક્ષાને વધારવામાં આવી હતી. ઉપરાંત જે કાર્યક્રમમાં સામેલ થવાના હતા ત્યાંની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
જેલમાં બંધ ગૈંગસ્ટરે આપી હતી ધમકી
તેમના જનસંપર્ક કાર્યલયમાં સવારે 11.25 વાગ્યાથી લઈ 12.30 વાગ્યા સુધી ધમકી ભર્યા ફોન આવ્યા હતા. પહેલો ફોન 11.25 વાગ્યે આવ્યો, બીજો ફોન 11.32 વાગ્યે આવ્યો જ્યારે ત્રીજો ફોન 12.32 વાગ્યે આવ્યો હતો. જેને કારણે તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત પોલીસે ધમકી ભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. નાગપુર પોલીસ કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે જેલમાંથી ધમકી ભર્યા ફોન આવતા હતા. કર્ણાટકના બેલગાવી જેલમાં બંધ ગૈંગસ્ટર તેમજ હત્યાનો આરોપી જયેશ કાંથાએ કર્યો હતો.