મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ PM મનમોહન સિંહના આર્થિક સુધારાની પ્રશંસા કરી


  • Published By :
  • Published Date : 2022-11-09 18:55:45

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ પ્રશંસા કરતા કહ્યું કે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત 'TIOL એવોર્ડ 2022' સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં દેશને આર્થિક સુધારા મારફતે નવી દિશા પ્રદાન કરવા માટે ભારત હંમેશા મનમોહનસિંહનું ઋણી રહેવાનું નિવેદન કરતા ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહનસિંહે આર્થિક સુધારા શરુ કરીને દેશને નવી દિશા આપી હતી. ઉદાર અર્થતંત્ર થકી જ ભારતીય અર્થ વ્યવસ્થાને નવી દિશા મળી હતી અને તે માટે મનમોહનસિંહના ઋણી જ રહેવું પડે તેમ છે. તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી.


પૂર્વ PM મનમોહનસિંહના પ્રદાનને યાદ કર્યું


કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એમ કહ્યું છે કે ભારતમાં આર્થિક સુધારા-ઉદારીકરણનો શ્રેય કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જ જાય છે. મનમોહનસિંહની નીતિઓને કારણે 1990ના દાયકામાં મહારાષ્ટ્રને રસ્તા બનાવવા માટે મળેલા ખર્ચથી નાણાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. તેમના આર્થિક સુધારાને કારણે જ મહારાષ્ટ્રમાં મંત્રી તરીકે પોતે માર્ગ પ્રોજેક્ટો માટે નાણા એકત્રિત કરી શક્યા હતા. ગડકરીએ કહ્યું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરુર છે જેમાં ગરીબોને પણ લાભ પહોંચાવવાની ઇચ્છા શક્તિ હોય. ઉદારીકરણના લાભ ખેડુતો તથા ગરીબો માટે હોય છે. આર્થિક સુધારાની નીતિ મારફત દેશનો વિકાસ કરવામાં ચીન પણ એક મોટુ ઉદાહરણ હોવાનું કહયું હતું.


નીતિન ગડકરીના નિવેદનથી વિવાદની આશંકા


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સહિતના ભાજપ નેતાઓના અવારનવાર ભુતકાળની કોંગ્રેસી સરકારોએ સાત દાયકાના શાસનમાં કોઇ વિકાસ ન કર્યો હોવાના આરોપ લગાવી રહ્યા છે. નીતિન ગડકરીએ દેશમાં ઉદાર આર્થિક નિતીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે ઉદાર આર્થિક નિતીથી જ દેશના ગરીબોને લાભ પહોંચાડી શકાશે. ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે દેશને વધુ મુડીરોકાણની જરૂર પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?