Nirmala Sitharamanએ સંભાળ્યો કેન્દ્રીય નાણામંત્રી તરીકેનો કાર્યભાર, ગુજરાતના સાંસદો જેમને મંત્રી પદ આપવામાં આવ્યું તેમની પાસેથી એટલી અપેક્ષા કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-12 13:16:24

રવિવારે પ્રધાનમંત્રી સહિત 72 મંત્રીઓએ શપથ લીધા. શપથ લીધાના થોડા કલાકોની અંદર મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા. અનેક મંત્રીઓ જે પદ પર હતા, જે ખાતા તેમની પાસે હતા તે જ ખાતા તેમને આપવામાં આવ્યા છે. અનેક નવા ખાતાઓ ઉમેરાયા છે. ગુજરાતમાંથી મંત્રી બનેલા સાંસદોની વાત કરીએ તો અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રાલયની સાથે સાથે સહકારીતા મંત્રાલય પણ આપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ રમત ગમત ખાતું આપવામાં આવ્યું છે. તે સિવાય સી.આર.પાટીલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. 

નિર્મલા સીતારમણે સંભાળ્યો કેન્દ્રીય નાણામંત્રી તરીકેનો ચાર્જ

અનેક મંત્રીઓએ પોતાનો હોદ્દો સંભાળી લીધો છે જ્યારે અનેક મંત્રીઓ આજે હોદ્દો સંભાળી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમનો કાર્યભાર સ્વીકારી લીધો છે. અનેક મંત્રીઓ એવા છે જેમની પાસે હજારો કરોડની સંપત્તિ છે. ત્યારે સવાલ થાય કે શું તે સામાન્ય માણસની પીડાને સમજી શકશે? થોડા સમય પહેલા જ્યારે ડુંગળીના ભાવને લઈ નિર્મલા સીતારમણને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે ડુંગળી નથી ખાતા, એટલે તેમને ભાવની ખબર નથી..! મંત્રી જ્યારે આવું કહે છે ત્યારે આપણા મનમાં કેવો વિચાર આવે તે આપણે જાણીએ છીએ..

અમિત શાહ પાસેથી એટલી આશા કે.. 

વાત આપણે ગુજરાતના સાંસદો જેમને મંત્રી પદ મળ્યું છે તેની વાત કરીએ.. અમિત શાહ ગૃહમંત્રી તો છે પરંતુ સાથે સાથે તે સહકારીતા મંત્રાલય પણ સંભાળે છે. અમિત શાહ ખેડૂતોને સહકાર આપે તે જરૂરી છે. જ્યારે કોઈ વસ્તુ માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત કંપની નક્કી કરે છે પરંતુ જ્યારે ખેતી ઉત્પાદકની વાત આવે છે ત્યારે તેની કિંમત ખેડૂતો નક્કી નથી કરતા. અનેક વખત ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતોને પણ સહકાર મળે અને ગામનો પણ ઉદ્ધાર થાય તેવા પ્રયત્નો અમિત શાહ કરશે તેવી આશા. 


રમત ગમતમાં યુવાઓને ઈન્ટરેસ્ટ જાગે... 

મનસુખ માંડવિયા પાસે પણ ખૂબ મહત્વના મંત્રાલયો છે. શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ રમત ગમત મંત્રાલય છે. ગુજરાતમાં ઓલિમ્પિક યોજાવાની છે પરંતુ ગુજરાત પાસે એવા રમતવીરો નથી કારણ કે શાળાઓમાં એવા ગ્રાઉન્ડ નથી, શિક્ષકો નથી જે યુવાનોને ટ્રેનિંગ આપી શકે..! ત્યારે યુવાઓમાં રમત ગમતને લઈ ઈચ્છા જાગે, તે આમાં કેરિયર બનાવે તે માટે પ્રયત્નો કરવામાં આવી શકે છે.. ઘણી સારી તકો છે મનસુખ માંડવિયા પાસે જેમાં તે આગળ યુવાનોને વધારી શકે છે. શ્રમનું સન્માન થાય તેવા પ્રયત્નો તે કરી શકે છે.. 


નલ સે જલ યોજનામાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર!  

તે સિવાય જળ શક્તિ મંત્રાલય સી.આર.પાટીલને સોંપવામાં આવ્યું છે. જળ છે તો જીવન છે તેવી વાતો આપણે સાંભળતા આવીએ છીએ. પરંતુ આજે ગુજરાતના જ અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પંરતુ પાણી નથી પહોંચ્યું.. કાગળ પર નલ સે જલ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે જાણીએ છીએ.. આ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે દેશમાં આવી પરિસ્થિતિ ના સર્જાય તેવી આશા સી.આર.પાટીલ પાસેથી રાખી રહ્યા છીએ. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?