નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિને સોંપી બજેટની કોપી, સંસદમાં આજે રજૂ થશે બજેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-01 10:29:01

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટ પર સૌ કોઈની નજર રહેલી છે. કેન્દ્રીય મંત્રી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આવનાર સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર અનેક જાહેરાતો કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બજેટ રજૂ કરે તે પહેલા નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપતિઅ બજેટને ઔપચારિક મંજૂરી આપી હતી.


થોડા સમય પહેલા જ નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગીય પરિવાર પરના દબાણની સ્થિતિને લઈ પરિચિત છે. ત્યારે આ બજેટમાં અનેક બાબતો પર જેમકે ઓછા કરવેરા, વ્યાપક સામાજીક સુરક્ષા તથા આર્થિક ઉત્પાદનને સંતુલીત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે. આ બજેટથી મધ્યમ વર્ગિય પરિવારને તેમજ ગ્રામીણ રોજગારી દ્વારા દેશવાસીઓને રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે. અનેક બાબતોને જોતા લાગી રહ્યું છે કે કરદાતાઓને કેટલીક રાહતો મળી શકે છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..