સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે લોકસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે નબળા પડતા અર્થતંત્રને લઈ પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.આ પ્રશ્નો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા દુનિયાનીમાં સૌથી ઝડપતી વધતી અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ આનાથી વિપક્ષને તકલીફ છે.
Watch: Finance Minister @nsitharaman's reply on questions regarding currency devaluation & foreign exchange reserves during #QuestionHour in #LokSabha.@nsitharamanoffc @FinMinIndia #WinterSession2022 pic.twitter.com/oz8aV5Lyw7
— SansadTV (@sansad_tv) December 12, 2022
ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ - નિર્મલા સીતારમણ
સંસદમાં કોંગ્રેસના સાંસદ અનુમુલા રેવંત રેડ્ડીએ નબળી પડી રહેલી કરન્સીને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. દિન-પ્રતિદિન ભારતીય મુદ્રા નબળી પડી રહી છે. જ્યારે અમેરિકી ડોલર પ્રથમ વખત 83 પર પહોંચ્યો છે. આ પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જવાબમાં સીતારમણે કહ્યું કે દુખની વાત એ છે કે સંસદમાં અનેક સાસંદોને વધતી અર્થવ્યવસ્થાને કારણે દુખી છે. ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ, પરંતુ અનેક લોકો આને મજાક સમજે છે. ભારતીય કરન્સી મજબૂત થઈ રહી છે.