નિર્મલા સીતારમણ મંદિરના લાઈવ પ્રસારણ પર પ્રતિબંધથી નારાજ, તમિલનાડુ સરકારના નિર્ણયને ગણાવ્યો હિન્દુ વિરોધી


  • Published By :
  • Published Date : 2024-01-21 16:16:49

રામની નગરી અયોધ્યામાં આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સાથે હે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જે આખા દેશમાં ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુમાં રામ મંદિરના કાર્યક્રમોનું પ્રસારણ રોકવા માટે તમિલનાડુ સરકાર સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના આ નિર્ણયને હિન્દુ વિરોધી ગણાવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ તેમના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની સાથે રાજ્ય સરકાર રાજ્યભરના મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તો પંડાલો તોડી પાડવાની ધમકી આપી રહી છે.

 

મંત્રીએ આરોપો ફગાવ્યા


HR&CE મંત્રી શેખર બાબુએ નાણામંત્રીના નિવેદનને રદિયો આપ્યો છે. તેણે લખ્યું, 'DMKની યુવા પાંખના સંમેલનમાંથી ધ્યાન હટાવવા માટે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ⁠HR&CE એ તમિલનાડુના કોઈપણ મંદિરમાં પૂજા કરવા અથવા રામ માટે અન્નધનમ અર્પણ કરવા પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે નિર્મલા સીતારમણ જેવા લોકો અફવા ફેલાવી રહ્યા છે જે સત્યની વિરુદ્ધ છે.



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.