ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલી વધી, બ્રિટનની સુપ્રીમ કોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી


  • Published By :
  • Published Date : 2022-12-15 22:00:47

ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલી વધી છે. બ્રિટનની સુપ્રીમ કોર્ટે નિરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ગુરુવારે (15 ડિસેમ્બર)ના રોજ ફગાવી દીધી છે. આ સાથે જ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગયા મહિને બ્રિટનની હાઈકોર્ટે પણ ભારતમાં પ્રત્યાર્પણ વિરૂધ્ધ કરવામાં આવેલી તેમની અરજી ફગાવી દીધી હતી.


PNB સાથે 13 હજાર કરોડની છેતરપિંડી


નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13 હજાર કરોડની છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી 2018માં ભારતથી ભાગી ગયો હતો. છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં ટ્રાયલનો સામનો ન કરવા ઇચ્છતા નીરવ મોદીએ અપીલ કરી હતી જેની સામે લંડનની હાઇકોર્ટે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, નીરવ મોદીની અપીલ હાઈકોર્ટમાં પણ ફગાવી દેવામાં આવી હતી.


લંડનની જેલમાં બંધ છે નીરવ મોદી


લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જાહેર કરાયેલા ચુકાદામાં, લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ જણાવ્યું હતું કે અપીલકર્તા (નીરવ મોદી)ની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.