ચક્રવાતને કારણે અમેરિકામાં પરિસ્થિતિ વણસી રહી છે. ચક્રવાતે અલબામા રાજ્યમાં ભારે નુકસાન પહોંચાડયું છે. ચક્રવાતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. જેનો આંકડો હજી સુધી સામે નથી આવ્યો. રાહતકાર્ય ચાલી રહ્યું છે. ચક્રવાતને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયું છે.
અલબામાના ઓટોગા, ડલાસ, એલમોર અને તલ્લાપોસા ક્ષેત્રમાં આ ચક્રવાતને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. આ ચક્રવાતને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. આ ક્ષેત્રોમાં બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોને શોધવા રેસ્ક્યુની ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહ્યા છે. આ ચક્રવાતને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર અંધારપટ છવાઈ ગયો હતો. લાઈટો જતી રહેવાને કારણે અંધારામાં રહેવા લોકો મજબૂર બન્યા છે. મળતી માહિતી અનુસાર આ ચક્રવાતમાં 50 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.