પાંચ વર્ષે મતદાન કરવાનો અધિકાર મતદાતાઓને મળતો હોય છે.. મતદાન કરવા માટે મતદાતાઓને ઉત્સાહ રહેલો હોય છે.. ચૂંટણીને લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે પરંતુ સુરતવાસીઓને આ વખતે મતદાન કરવાનો મોકો નહીં મળે.. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે... જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી નિલેશ કુંભાણીનો સંપર્ક નથી થઈ રહ્યો તેવી માહિતી સામે આવી છે. ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને બેનર સાથે વિરોધ કર્યો હતો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે.

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા
ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા તો ખરા પરંતુ ત્યાં જબરો ખેલ થઈ ગયો. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું અને બાકી બીજા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા.. કોઈ ઉમેદવાર ના હોવાને કારણે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. આ બધા વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે. નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.


બેનરો લગાવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે નિલેશ કુંભાણીનો વિરોધ કર્યો હતો. બેનરોમાં લખવામાં આવ્યું હતું જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો... કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વિરોધ કર્યો હતો તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે બાદ મતદાતાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.. વિરોધ કરવા આવેલા કાર્યકર્તાઓ ગુસ્સામાં દેખાયા હતા.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે.. હવે સૌ કોઈની નજર એની પર રહેલી છે કે શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય છે કે આવા સમાચાર અફવાઓ છે...