નિકોલના કોર્પોરેટરને બનવું પડ્યું લોકોના ગુસ્સાનો ભોગ, જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-20 17:43:22

નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલે જ્યારે કૃષ્ણનગર વિસ્તારની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ લોકોને સમજાવા ગયા ત્યારે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા અને લોકોએ જાહેરમાં તેમને માર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પોતાના ઘર રોડની કપાતમાં જતા હોવાથી લોકોએ ગુસ્સો તેમની પર ઠાલવ્યો હતો.  

મારા મારીના દ્રશ્યો



લોકોએ જાહેરમાં કોર્પોરેટરને માર્યો માર 

ભાજપના કોર્પોરેટરને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલની લોકોએ ધુલાઈ કરી નાખી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક નજીક આ ઘટના બની હતી. ટીપી સ્કીમના અમલીકરણ બાબતને લઈ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન લોકોએ જાહેરમાં તેમને માર્યા હતા

ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલનું પોલીસે નિવેદન લીધું


પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી 

.પોતાના ઘર કપાતમાં જતા હોવાથી પોતાનો ગુસ્સો તેમની ઉપર ઉતાર્યો હતો. સમજાવટ દરમિયાન લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  કોર્પોરેટર ઈજાગસ્ત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ ત્યાં પહોંચી હતી અને ફરિયાદ અંગેની તજવીજ  હાથ ધરી હતી.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...