સવારે પ્રેમિકાની હત્યા, ફ્રિજમાં છુપાવી લાશ, પછી સાંજે કર્યા લગ્ન, નિક્કી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-15 21:32:41

દેશના લોકો દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વાલકર હત્યાને હજુ ભૂલી પણ શક્યા નથી ત્યાં તો  આવી જ બીજી એક દર્દનાક ઘટના સામે આવી છે. શ્રદ્ધા હત્યા જેવી આ ઘટનાએ ફરી એકવાર આખા દેશને હચમચાવી દીધો છે. પોતાના પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી નિક્કી યાદવની તેના જ પાર્ટનર સાહિલ ગેહલોતે ખુબ નિર્મમતાપુર્વક હત્યા કરી નાખી છે. વળી સાહિલ ગેહલોત તેની લિવ-ઇન પાર્ટનર નિક્કી યાદવની લાશને ફ્રિજમાં રાખીને લગ્ન કરવા ગયો હતો.


બે વર્ષથી હતા લિવ ઈન પાર્ટનર


સાહિલ અને નિક્કી યાદવ ચાર વર્ષ પહેલા એક કોચિંગ સેન્ટરમાં મળ્યા હતા. સાહિલ અને મૃતક યુવતી નિક્કી યાદવ છેલ્લા બે વર્ષથી સહમતિથી સંબંધમાં હતા. સાહિલ તેના પરિવારના દબાણ હેઠળ બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો, જ્યારે નિક્કી યાદવ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.


સાહિલે બીજી છોકરી સાથે કરી હતી સગાઈ 


પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે સાહિલે તેના પરિવારને નિક્કી પ્રત્યેના પ્રેમ વિશે જણાવ્યું ન હતું. બીજી તરફ સાહિલના પરિવારજનોએ તેના પર બીજી યુવતી સાથે લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. આખરે ડિસેમ્બર 2022માં સાહિલે બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી. સાહિલના લગ્ન 11 ફેબ્રુઆરીએ નક્કી થયા હતા. આરોપીએ આ વાત નિક્કીને કહી ન હતી.


નિક્કીના શબને ફ્રિજમાં રાખીને કર્યા લગ્ન


જ્યારે નિક્કીને સાહિલના આ લગ્ન અંગે ખબર પડી તો તેણે સાહિલ સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી. આ મામલો આગળ વધ્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. એને કારણે સાહિલે ગુસ્સામાં આવી 10 ફેબ્રુઆરીએ સવારે સાહિલે પહેલા મોબાઈલ કેબલથી નિક્કીનું ગળું દબાવ્યું અને પછી તેની હત્યા કરી નાખી હતી. લાશને ઢાબાના ફ્રીજમાં રાખીને તે પોતાના ઘરે ગયો અને 11 ફેબ્રુઆરીએ ઝજ્જર જાન લઈ જઈને બીજી યુવતી સાથે લગ્ન કર્યા. પોલીસે નિકીની લાશને પણ ફ્રીઝમાંથી કાઢીને હસ્તગત કરી લીધી છે.


નિક્કી મેડિકલ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ લઈ રહી હતી


સાહિલે પોલીસને જણાવ્યું હતું કે તે જાન્યુઆરી 2018માં ઉત્તમ નગરના કેરિયર પોઈન્ટ કોચિંગ સેન્ટરમાં એસએસસીની પરીક્ષા માટે કોચિંગ લેવા માટે ગયો હતો. તે જ સમયે હરિયાણાના ઝજ્જરની રહેવાસી નિક્કી યાદવ ઉત્તમ નગરના આકાશ ઈન્સ્ટીટ્યુટમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે કોચિંગ લઈ રહી હતી. બંને રોજ એક જ બસમાં સાથે અપડાઉન કરતા હતા, જેના કારણે બંને મિત્રો બની ગયા હતા. ત્યાર બાદ બંને જલ્દી પ્રેમમાં પડી ગયા હતા, બંનેએ કોચિંગ પહેલાં અને પછી મળવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 2018માં સાહિલે ગ્રેટર નોઈડાની ગલગોટિયા કોલેજમાં ડી. ફાર્મામાં એડમિશન લીધું.


નિક્કીની ગળું દબાવીને હત્યા કરી


સાહિલે પોલીસને જણાવ્યું કે તેણે 10 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યે ડેટા કેવલથી નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, નિક્કીના મૃતદેહને મિત્રાઉ ગામમાં આવેલા તેના ઢાબાના ફ્રિજમાં રાખીને તેણે તેને તાળું મારી દીધું હતું. ચાર વર્ષ પહેલા ઉત્તમ નગર સ્થિત કોચિંગમાં બંનેની મિત્રતા થઈ હતી. આ પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.


કઈ રીતે હત્યાનો પર્દાફાશ થયો?


નિક્કી યાદવની હત્યા અંગે ADCP વિક્રમ સિંહે જણાવ્યું હતું કે તેમને મંગળવાર સવારે સૂચના મળી હતી કે એક યુવતીની હત્યા કરી તેની લાશને ઢાબામાં છુપાવી દેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લીધો. તપાસ પછી આરોપી સાહિલ ગેહલોત પકડાઈ ગયો છે. આગળની કાર્યવાહી હજુ ચાલુ છે. જે ઢાબામાં નિક્કીની લાશ રાખવામાં આવી એ સાહિલ ગેહલોતનું જ હતું. આરોપીએ પહેલાંથી વિચારી જ રાખ્યું હતું કે હત્યા કરી લાશ ક્યાં છુપાવવાની છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?