G-20 સમિટ (G-20 Summit)ના સફળ આયોજનની અસર આજે શેર બજારમાં જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે, નિફ્ટીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો જ્યારે સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની તેજી જોવા મળી હતી. નિફ્ટી 50 ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 20,008 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. આખરે તે 176 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 19,996 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ તેનો રેકોર્ડ 19,991.85 પોઈન્ટનો હતો. BSE સેન્સેક્સ 528.17 પોઈન્ટ અથવા 0.79% ના વધારા સાથે 67,127.08 ના સ્તર પર બંધ થયો. દરમિયાન, અદાણી ગ્રુપના શેરમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો હતો અને ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચે પહોંચ્યું હતું.
Time for celebration! NIFTY50 touches new high at 20,000!
We are grateful to all the market participants & intermediaries in achieving this milestone.#NIFTY50 #Index #Options #Futures #trading #Derivatives #FNO #NSEIndia @ashishchauhan @NSE_NIFTY @NSEIXGiftNifty @SEBI_India pic.twitter.com/vcXBF1VF4R
— NSE India (@NSEIndia) September 11, 2023
આજે કેટલી તેજી જોવા મળી?
Time for celebration! NIFTY50 touches new high at 20,000!
We are grateful to all the market participants & intermediaries in achieving this milestone.#NIFTY50 #Index #Options #Futures #trading #Derivatives #FNO #NSEIndia @ashishchauhan @NSE_NIFTY @NSEIXGiftNifty @SEBI_India pic.twitter.com/vcXBF1VF4R
અદાણી ગ્રૂપના પ્રમોટરોએ બે કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો સમાવેશ થાય છે. જેના કારણે આજે કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 3.74%ના વધારા સાથે રૂ. 2614.55 પર બંધ થયો હતો. એ જ રીતે અદાણી પાવરનો શેર 7.91%ના ઉછાળા સાથે રૂ. 398.50 પર બંધ રહ્યો હતો. તે તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી 200% વધ્યો છે. તેની 52-સપ્તાહની નીચી કિંમત 132.55 રૂપિયા છે જે 28 ફેબ્રુઆરી 2023ના રોજ પહોંચી હતી.
માર્કેટ કેપ કેટલે પહોંચ્યું?
અદાણી પોર્ટ્સ એન્ડ એસપીઝેડ (APSEZ)નો શેર 6.96%ના ઉછાળા સાથે રૂ. 882.55 પર બંધ થયો હતો. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) નો શેર પણ 5.07% વધીને રૂ. 875.15 પર પહોંચ્યો હતો. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં 2.23 ટકા, અદાણી વિલ્મર (Adani Wilmar)માં 2.58 ટકા, NDTVમાં 5.80 ટકા, અંબુજા સિમેન્ટ્સ (Ambuja Cements)માં 2.66 ટકા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 1.37 ટકા અને ACCમાં 1.15 ટકાની તેજી જોવા મળી હતી. આ સાથે જ ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 11.35 લાખ કરોડને વટાવી ગયું છે, જે સાત મહિનામાં તેની સર્વોચ્ચ સપાટી છે. 24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે, ગ્રુપની અડધાથી વધુ માર્કેટ કેપ સ્વાહા થઈ ગયું હતું.