આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનો નિર્ણય કર્યો છે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો 16 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં અનેક મુદ્દાઓ પર ભારત બંધ રાખવામાં આવશે. આ મુદ્દાઓમાં ખેડૂતોમાં ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપનારા દાયદાઓનો અમલ ન કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના જુથો ઉપરાંત, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ આંદોલનોનું સમર્થન કરવા અને તે દિવસે હડતાલમાં ઉતરવાની અપીલ કરીએ છિએ.
भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता Rakesh Tikait ने किया 16 फरवरी को भारत बंद का आह्वान।@RakeshTikaitBKU @OfficialBKU #kisan_andolan #bharatbandh #bharatband #kisan #rakeshtikait #agriculture #farmers #KrishiLahar pic.twitter.com/0x31Da4FGU
— Krishi Lahar (@KrishiLahar) January 24, 2024
16 ફેબ્રુઆરીએ ભારત બંધ, રાકેશ ટિકૈતે શું કહ્યું?
भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता Rakesh Tikait ने किया 16 फरवरी को भारत बंद का आह्वान।@RakeshTikaitBKU @OfficialBKU #kisan_andolan #bharatbandh #bharatband #kisan #rakeshtikait #agriculture #farmers #KrishiLahar pic.twitter.com/0x31Da4FGU
— Krishi Lahar (@KrishiLahar) January 24, 2024રાકેશ ટિકૈતે કહ્યું કે અમે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઘણા ખેડૂત જૂથો તેનો ભાગ છે, જેમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે. આ પહેલા પણ ખેડૂતો 'અમાવસ્યા'ના દિવસે ખેતરોમાં કામ કરવાનું બંધ કરી દેતા હતા. તેવી જ રીતે 16મી ફેબ્રુઆરી માત્ર ખેડૂતો માટે જ 'અમાવસ્યા' છે. તેઓએ તે દિવસે કામ ન કરવું જોઈએ અને 'કૃષુ હડતાલ'નો આશરો લેવો જોઈએ. તેનાથી દેશને મોટો સંદેશ જશે.
હડતાલ શા માટે?
હડતાલનું આહવાન શા માટે કરવામાં આવ્યું તે અંગે પૂછતા ટિકૈતે જણાવ્યું કે અનેક કારણો છે. તેમણે કહ્યું કે MSPની ગેરંટી પર કાયદો, બેકારી, અગ્નિવીર યોજના, પેન્શન યોજના પણ નિવૃત લોકો માટે મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે આ માત્ર ખેડૂતોનો એકલાનો મુદ્દો નહીં હોય પણ અન્ય સંગઠનો પણ તેમાં જોડાવાના છે.