નેશનલ મેડિકલ કમિશને નવા MBBSના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં ક્લાસથી લઈને તમામ વસ્તુનો શેડ્યૂલ જણાવવામાં આવ્યો છે. સપ્લીમેન્ટ્રી બેચ પણ ખતમ કરી દેવામાં આવી છે.
15 નવેમ્બરથી ક્લાસ શરૂ થશે
નેશનલ મેડિકલ કમિશને MBBSના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. જો તેમે આ વર્ષે એનઈઈટી યુજી 2022 પાસ કરી છે અને એમસીસી નીટ યુજી કાઉન્સીલમાં ભાગ લઈ રહ્યા છો તો તમારા શેડ્યુલની માહિતી મેળવી લો. એનએમસીએ નવા એમબીબીએસ સ્ટુડન્ટ્સ માટે ક્લાસ શરૂ થવાની તારીખથી લઈ પરીક્ષાના શેડ્યૂલ સુધીની જાણકારી જાહેર કરી છે. એનએમસીએ MBBS એકેડેમિક કેલેન્ડર 2022 જાહેર કર્યું છે. વર્ષ 2022ના પહેલા સેમની ક્લાસ 15 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.
MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે
મેડિકલ કમિશને આ શેડ્યૂઅલ MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયમાં જાહેર કર્યું છે. હાલ પહેલા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ છે. 17 ઓક્ટોબર સુધીમાં mcc.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલ કરી શકશો. આ પ્રક્રિયા બાદ મોક રાઉન્ડ શરૂ થશે.