ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ગુરૂવારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત જેસિન્ડાએ એવી પણ જાહેરાત કરી દીધી છે કે ઓક્ટોબરમાં થનારી ચૂંટણીમાં તેઓ નથી લડવાના. તેમની જાહેરાતને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થવાનો છે.
રાજીનામા અંગે આપી માહિતી
ગુરૂવારના દિવસે મળેલી પાર્ટીની વાર્ષિક કોક્સ મીટિંગમાં ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને એવી જાહેરાત કરી જેને કારણે લોકો નવાઈ પામ્યા છે. જેસિંડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેની પાસે કાર્ય કરવાની શક્તિ નથી રહી. હવે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું જઈ રહી છું કારણ કે આવી વિશેષ ભૂમિકા સાથે જવાબદારી આવે છે. આ જવાબદારી નિભાવવા માટે હવે મારી પાસે પૂરતી તાકાત નથી.
7 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે કાર્યકાળ
વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. રાજીનામાની ઘોષણા કરતી વખતે જેસિન્ડા ભાવુક થયા હતા. તેમણે કહ્યું તે હું પણ માણસ છું, રાજનેતા પણ માણસ હોય છે. તેમણે કહ્યું કે ઉનાળા દરમિયાન આવતી રજાઓના સમયે તેમણે આ અંગે વિચાર્યું કે આ પદ પર બેસવા માટે તેમની પાસે તાકાત છે કે નહીં. પરિણામ એ આવ્યું કે તેમની પાસે શક્તિ નથી. તમને જણાવી દઈએ કે જેસિંડા દુનિયાની સૌથી નાની ઉંમરે બનનાર પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે.