કોરોના સંકટ વચ્ચે ચીનમાં થશે નવા વર્ષની ઉજવણી, વધી શકે છે કોરોના સંક્રમિતોનો આંકડો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-16 13:37:50

કોરોનાની ઝપેટમાં ફરી એક વખત દુનિયાના દેશો આવી રહ્યા છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ તેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટને પરમિશન આપી દેવામાં આવી છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કારણે આવનાર સમયમાં કોરોનાનો રાફડો ફાટી શકે છે તેનો ભય નિષ્ણાંતોને સતાવી રહ્યો છે. 


પ્રતિબંધો થઈ રહ્યા છે હળવા

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે મોતને પણ ભેટી રહ્યા છે.અમેરિકા, જાપાન,ભારત સહિતના દેશોમાં વધતા કોરોના કેસને કારણે ચિંતા વધી છે. ચીનમાં જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રતિબંધો કડક કરવાની જગ્યાએ ચીન સરકારે નવા વર્ષને કારણે પ્રતિબંધો હળવા કરી દીધા છે.  


હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત 

પ્રતિબંધો હળવા થવાને કારણે અને વિદેશીઓને પરવાનગી મળવાને કારણે લોકો ચીનમાં પ્રવેશી રહ્યા છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે 8 ડિસેમ્બર 2022થી લઈ 12 જાન્યુઆરી 2023 દરમિયાન હોસ્પિટલમાં અંદાજીત 60000 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે.  

 

નવા વર્ષની થવાની છે ઉજવણી

આવનાર સમયમાં ચીનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવવાની છે. નવા વર્ષની ઉજવણી કરવા લોકો ઘરવાપસી કરી રહ્યા છે અને વિદેશથી પણ લોકો ચીનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે. આવનાર સમયમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અને ક્લીનીક પર દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ મોકલી દેવામાં આવી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?