બિહાર સરકારે વર્ષના અંતે આજે મહત્વનો નિર્ણય લેતા કરાર આધારિત શિક્ષકો ( Contract Teachers)ને મોટી ભેટ આપી છે. બિહાર સરકારે નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યના કાયમી કર્મચારીનો દરજ્જો આપ્યો છે. આ મુદ્દે બિહાર કેબિનેટની બેઠકમાં મંજુરીની મહોર પણ લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે પોણા 4 લાખ શિક્ષકોને રાજ્યના કર્મચારી તરીકેનો માન્ય કર્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે વિશિષ્ટ શિક્ષક ( બિહાર નિયોજીત ટીચર્સ)ની પોસ્ટમાં સુધારો કર્યો છે. આ પ્રસ્તાવને મંજુરી મળ્યા બાદ નિયોજીત શિક્ષકો હવે સહાયક શિક્ષક કહેવાશે. આ સાથે જ BPSPથી પાસ નિયોજીત શિક્ષકોને એક્ઝામથી પણ છુટકારો મળશે, જે મેરિટની સાથે-સાથે ક્વોલિફાઈંગ માર્ક્સ પણ પૂરા કરી રહ્યા છે.
नियोजित शिक्षकों को बड़ा तोहफा। pic.twitter.com/vwgET4cDhA
— CM Bihar Nitish Kumar (@CMBiharNK) December 26, 2023
મળશે આ સુવિધાઓ
नियोजित शिक्षकों को बड़ा तोहफा। pic.twitter.com/vwgET4cDhA
— CM Bihar Nitish Kumar (@CMBiharNK) December 26, 2023બિહાર નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યકર્મીનો દરજ્જો મળતાં જ ઈચ્છિત સ્થળાંતર, પ્રોમોશન, વેતન વૃધ્ધી, ડીએ સહિત તમામ સુવિધાઓનો લાભ મળશે. આ લાભ માટે શિક્ષકોને માત્ર એક સામાન્ય પરીક્ષા આપવી પડશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિને સક્ષમતા પરીક્ષા લેવાની જવાબદારી આપી શકાય છે.
બે દાયકાથી આ લોકો કરી રહ્યા હતા સંઘર્ષ
ઉલ્લેખનિય છે કે છેલ્લા બે દાયકાથી નિયોજીત યુનિટે મંજુર કરેલા નિયોજીત શિક્ષકો રાજ્યકર્મીનો દરજ્જો મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. બિહાર સરકારના આ નિર્ણયથી બિહારના પોણા 4 લાખ શિક્ષકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
નિયોજીત શિક્ષકો ( Contract Teachers) કોને કહેવાય છે?
બિહારના ગ્રામીણ સ્તર પર બેકાર યુવાનોને રોજગારની તક પુરી પાડવા માટે અને શિક્ષકોની અછતનો સામનો કરી રહેલી સરકારી શાળાઓમાં વર્ષ 2003થી શિક્ષા મિત્ર તરીકે નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દશમા અને બારમામાં ટકાવારીના આધારે આ શિક્ષકોને 11 કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમને માસિક માત્ર 1500 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો, પછી ધીરે-ધીરે તેમનો કોન્ટ્રાક્ટ અને પગાર વધારવામાં આવ્યો છે.