ઊર્જા કૌભાંડમાં આવી નવી અપડેટ, Yuvrajsinh Jadejaએ બહાર પાડેલા ઉર્જા કૌભાંડમાં કેટલા લોકો થયાં જેલ ભેગા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-18 09:07:42

ગુજરાતમાં થતા જ કૌભાંડો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા ડમી કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા પણ યુવરાજસિંહે અનેક કૌભાંડો બહાર લાવવાના પ્રયત્નો કર્યા છે. ભૂતકાળમાં 2021ના વર્ષની વાત કરીએ તો એક કૌભાંડ બહાર આવ્યું હતું જેનું નામ છે ઊર્જા કૌભાંડ. આ મામલે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

અત્યાર સુધીમાં આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

ઉર્જા કૌભાંડની વાત કરીએ તો અનેક મિમ્સ વાયરલ થયા હતા. એક મિમના માધ્યમથી એ કૌભાંડ યાદ અપાવવું છે કે એક છોકરીનો વીડિયો બહાર આવ્યો હતો જેને પત્રકાર કંઈ પણ સવાલ પૂછતા હતા તો એ છોકરી જવાબ આપતી હતી હું મહેનતથી જ પાસ થઈ છું અને બીજો જવાબ આપતા હતા એ તો જબરદસ્ત હતો જે હતો મારી મમ્મીને પૂછીને કહું છું. જો તમને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાનો એ ઊર્જા કૌભાંડ યાદ આવી ગયો હોય તો ચાલો વાત કરીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સામે કાર્યવાહી થઈ, અત્યાર સુધી કેટલા વચેટિયા પકડાયા અને અત્યાર સુધીમાં કેટલા લોકોની કે અધિકારીની ધરપકડ કરાઈ.   


યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને ઉર્જા કૌભાંડને કર્યો હતો ઉજાગર  

રાજ્યમાં ઉર્જા વિભાગના વિદ્યુત કોર્પોરેશનમાં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની ભરતી વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને કૌભાંડ બહાર લાવ્યું હતું કે કેવી રીતે  ભરતીને લઈ એજન્ટોએ ટેકનોલોજીના ઉપયોગથી કૌભાંડ આચરી કેટલાક ઉમેદવારોને ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી હતી. આ મામલે પોલીસે બે વર્ષ બાદ તો બે વર્ષ બાદ પણ કાર્યવાહી કરી અને સરકારે પગલા લીધા. આ વીડિયોમાં કૌભાંડીઓની અને એજન્ટની વાત કરીએ. 


જે ઉમેદવારોને સસ્પેન્ડ કરાયા તેમની આ રહી યાદી

સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદીઃ નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, આસિમ યુનુસભાઇ લોઢા, જલકબેન મનહરભાઈ ચૌધરી, નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ


ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી 

અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી: ભરતસિંહ ઠાકોર,સલીમ ઢાપા, મનોજ મંગળભાઈ મકવાણા ,નિકુંજ કુબેરભાઈ મકવાણા, સત્યેષ પાટીલ ,બિપીનચંદ્ર પરમાર, નિસર્ગ બાબુભાઇ પાર્થ, નટવરભાઈ શંકરભાઇ પટેલ, ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ, નારાયણ ભોજાભાઈ મારુ, પિયુષ હરગોવીંદભાઈ પટેલ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મિતેષ હસમુખભાઈ પટેલ


નોકરીયાત ઉમેદવારો જેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ તેમની યાદી 

અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી: નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી, આસિમ યુનુસભાઇ લોઢા, જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?