છેલ્લા બે ત્રણ દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેઈલ ગયા છે. આ મોહનથાળનો પ્રસાદ લાખો ભક્તોએ આરોગ્ય હશે કારણ કે તાજેતરમાં જ લોકમેળો સંપન્ન થયો છે. આ વાત સામે આવતા જ ત્વરીત એક્શન લેવામાં આવ્યા છે. મોહિની કેટરર્સને મળેલો કોન્ટ્રાક્ટને રિન્યુ નથી કરવામાં આવ્યો ઉપરાંત અક્ષયપાત્રને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેવી માહિતી પણ સામે આવી. આમાં નવી અપડેટ આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની અટકાટત કરી લેવામાં આવી છે. આ એ ટ્રેડર્સ છે જ્યાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું,
અક્ષયપાત્રને આપવામાં આવ્યો મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ
શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.
(ફાઈલ ફોટો)
નીલકંઠ ટ્રેડર્સને કરાયું હતું સીલ
આ ઉપરાંત સરકારે કોન્ટ્રાક્ટ રદ્દ કરી મોહિની કેટરને બ્લેક લીસ્ટ પણ કરી છે. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનિય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું.
જતીન શાહની કરાઈ અટકાયત, પોલીસ કરશે પૂછપરછ
અંબાજી મોહનથાળનો મુદ્દો અમદાવાદ પહોંચ્યો હતો. મોહિની કેટરર્સે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિકની અટકાયત કરી લેવામાં આવી છે. જતીન શાહે 300 ઘીના ડબ્બા મોહિની કેટરર્સને આપ્યા હતા. હાલ પોલીસ જતીન શાહની પૂછપરછ કરી રહી છે.