દિલ્હી કંઝાવલા મામલે આવ્યો નવો વળાંક, ઘટના પહેલાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:12

નવા વર્ષના દિવસે રાજધાની દિલ્હીમાં એક દુર્ઘટના બની જેણે તમામ લોકોને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં એક કાર નીચે યુવતી અનેક કિલોમીટર સુધી ઘસડાતી રહી. આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ દુર્ઘટના પહેલા મૃત્યુ પામેલા યુવતીની સાથે સ્કૂટી પર એક બીજી યુવતી સવાર હતી. આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી.

 


ઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામે 

કંઝાવલા મામલે રોજે કોઈને કોઈ ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં એક દુઘટના સર્જાઈ હતી જેમાં એક કાર નીચે એક યુવતીનો મૃતદેહ ઢસડાતો હતો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. હજી સુધી એવું માનવામાં આવતું છે આ યુવતી સ્કૂટી પર એકલી જતી હતી પરંતુ તાજેતરમાં જ એક નવો સીસીટીવી રેકોર્ડિંગ સામે આવ્યો છે જેમાં તેની સાથે અન્ય એક યુવતી નજરે પડે છે.  આ દુર્ઘટના જ્યારે બની ત્યારે તે સ્કૂટી પર હતી અને આ અકસ્માતને કારણે તેને ઈજા પણ પહોંચી હતી પરંતુ ઘટના સર્જાતા તે ત્યાંથી ભાગી નીકળી હતી. 


આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે પોલીસ 

યુવતી અંજલી સાથે જે પણ થયું તે ષડયંત્ર હતુંકે કોઈ ઘટના હતી તે અંગે તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. ટીમને કારમાંથી કશું જ નથી મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘટના પછી કારની સફાઈ કરાવી દીધી હોય.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.