દેશમાં નવી સરકાર બની ગઈ છે.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. ચોથી જૂને પરિણામ આવ્યું અને ગઈકાલે મંત્રી મંડળ તેમજ પીએમએ શપથ લીધા.. આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બેઠકો ના હતી જેને લઈ તે એકલા હાથે સરકાર બનાવી શકે.. માટે આ વખતે એનડીએની સરકાર બની છે.. નીતિશ કુમાર તેમજ ચંદ્રબાબુ નાયડુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.. ગઈકાલે 72 મંત્રીઓએ શપથ લીધા છે.. કયા રાજ્યમાંથી કેટલા સાંસદો મંત્રી બન્યા તેની વાત કરીએ..
ક્યાં રાજ્યના કેટલા સાંસદોને મળ્યું કેબિનેટમાં સ્થાન?
સૌથી પહેલા સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ.. ઉત્તર પ્રદેશના 10 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. તે સિવાય બિહારના 8 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. પંજાબના 2 સાંસદને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.. હરિયાણાની વાત કરીએ તો 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.. આસામની વાત કરીએ તો ત્યાંના 2 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 2 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય 2 મંત્રી જેમણે મંત્રી તરીકેના શપથ લીધા છે તેમાં ઝારખંડનો સમાવેશ થાય છે.
ગુજરાતના ચાર સાંસદો બન્યા મંત્રી તે સિવાય....
તે સિવાયના રાજ્યની વાત કરીએ તો ગુજરાતના ચાર સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે જ્યારે તેલંગાણાના 2 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગોવાના એક સાંસદે મંત્રી પદના શપથ લીધા છે જ્યારે કેરળના બે સાંસદો મંત્રી બન્યા છે. તમિલનાડુના ત્રણ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશની વાત કરીએ તો એક સાંસદે મંત્રી પદ તરીકેના શપથ લીધા છે. ઓડિશાની વાત કરીએ તો બે સાંસદે જ્યારે છત્તીસગઢના એક સાંસદે મંત્રી તરીકેના શપથ લીધા છે. મધ્યપ્રદેશના પાંચ સાંસદોએ મંત્રી તરીકેના શપથ ગઈકાલે લીધા છે. તે સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો 6 સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે.
આ રાજ્યના આટલા સાંસદોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન
રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 5 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડના એક એક સાંસદે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરના એક સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તે સિવાય દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુના 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના 3 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. કર્ણાટકના ચાર સાંસદો જ્યારે ગોવાના એક સાંસદે મંત્રી તરીકે શપથ લીધા છે.