ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે દરેક પક્ષ ચુંટણી પ્રચાર માટે મેહનત કરી રહ્યા છે ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ પ્રચાર માટે વેગ પકડ્યો છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રચાર માટે અલગ જ પ્રકાર અપનાવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જાહેર સભામાં જીતે તો કામ કરવાનું એફિડેવિટ રજૂ કર્યું.
મત જીતવા માટે નવી તકનીક !!!
ચોટીલા બેઠકના આપના ઉમેદવાર એ જાહેર સભામાં સીચાઇનું પાણી પોહોચાડવા બાહેધરી પત્ર એફિડેવિટ કર્યુ છે. આપના ઉમેદવાર રાજુ કરપડાએ જો તેઓ ચુંટણી જીતશે તો અંતરીયાળ ગામો સુધી સિચાઇનું પાણી પોહોચાડવા જાહેર સભામાં એફિડેવિટ રજુ કર્યુ છે.આપના ઉમેદવાર એ એફિડેવિટ રજુ કરતા રાજકીય પાર્ટીઓમાં રાજકારણ ગરમાયુ છે.સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વખત કોઈ ઉમેદવાર એ ચુંટણી જીતે તો કામ કરવાનું એફિડેવિટ કર્યુ હોઇ તેવી પ્રથમ ઘટના સામે આવી છે.