અમદાવાદ પોલીસનો આવકારદાયક પ્રોજેક્ટ - હેલ્મેટ સંસ્કાર , વિદ્યાર્થીઓને કરાયું હેલ્મેટનું વિતરણ IPS Safin Hasan રહ્યા ઉપસ્થિત, જુઓ તસવીરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 15:15:55

પોલીસની કામગીરી પર અનેક વખત સવાલ ઉઠાવ્યો છે પરંતુ આજે તમને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી એવી ઝુંબેશ વિશે વાત કરવી છે જે જાણ્યા બાદ પોલીસ માટેનું માન વધી જશે... પોલીસને અનેક વખત લોકોની નફરતનો સામનો કરવો પડતો હોય છે અને તેમાં પણ ટ્રાફિક પોલીસને તો ખાસ કારણ કે સામાન્ય માણસ જોડે તેમનો ડાયરેક્ટ સંપર્ક હોય છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને હેલ્મેટની મહત્તા સમજાય તે હેતુસર અમદાવાદ પોલીસે એક ઝુંબેશ શરૂ કર્યું છે. હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કરાશે. બાળકોને તો પોલીસ હેલ્મેટ આપી સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ ના પહેરનાર માતા પિતા પણ આને કારણે જાગૃત થાય અને હેલ્મેટ પહેરે તેવું લક્ષ્ય છે....!.

હેલ્મેટ પહેરવાથી માથાને મળે છે સુરક્ષા કવચ   

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ પણ આ અકસ્માતને કારણે ગયા છે. અકસ્માત વખતે જો હેલ્મેટ પહેરેલું હોય હોય તો માથાના ભાગ પર ઈજા થવાનો ખતરો ઓછો થઈ જાય છે. બચવાના ચાન્સીસ વધી જતા હોય છે. લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તે માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે પરંતુ અનેક લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નથી પહેરતા. જેને કારણે તેમની સુરક્ષા પર ખતરો રહેતો હોય છે.


બાળકોને શાળાએ મૂકવા જતી વખતે માતા પિતા નથી પહેરતા હેલ્મેટ 

અનેક અપીલ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. વાહન ચલાવતી વખતે લોકો હેલ્મેટ પહેરે તે માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નથી થતો. હેલ્મેટ વગર જો કોઈ વ્યક્તિ દેખાય છે તો તેને દંડ પણ કરવામાં આવે છે ... પરંતુ અનેક લોકો હેલ્મેટ નથી પહેરતા... આપણે જ્યારે રસ્તા પર નિકળીએ છીએ ત્યારે આપણને અનેક લોકો હેલ્મેટ વગરના દેખાય છે. અનેક વાહનો પર નાના બાળકો પણ બેઠેલા જોવા મળતા હોય છે... 


7 હજાર બાળકોને આપવામાં આવશે સુરક્ષા કવચ!  

નાનપણથી બાળકોમાં કાયદાનું પાલન થાય, હેલ્મેટ પહેરવાની ગંભીરતાને સમજે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા મિશન હેલ્મેટ સંસ્કારની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્કાર અંતર્ગત ટુ વ્હીલર પર શાળાએ જઈ રહેલા 7 હજાર વિદ્યાર્થીઓને હેલ્મેટ આપવામાં આવશે. 7000થી વધુ બાળકો જે ટુ વ્હીલર પર વાલી સાથે શાળાએ જાય છે એમને સુરક્ષા કવચ આપવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે જન્મ પહેલાં મૃત્યુ સુધીના 16 સંસ્કાર સાથે સુરક્ષા માટે 17માં સંસ્કારનું અનુસંધાન. મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે... અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ આવકાર દાયક છે...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?