પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિ અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ધર્મના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશી પાસે રાજદંડ સેંગોલ પણ સ્થાપિત કર્યો હતો. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પીએમ મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોનું પણ સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે સંસદનાં ઉદ્ઘાટનનું બીજુ ચરણ બપોરે 12 વાગે શરુ થશે. જેમાં PM મોદી નવી સંસદને સંબોધિત પણ કરશે.
લોકસભામાં સેંગોલની સ્થાપના
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન નિમિત્તે આયોજીત પૂજા અને હવન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેંગોલની પૂજા પણ કરી હતી. આ દરમિયાન, તેમણે રાજદંડ સેંગોલને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તે ઉપરાંત ત્યાં ઉપસ્થિત સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કર્યું હતું. નવા સંસદ ભવનમાં સર્વ-ધર્મ પ્રાર્થના ચાલુ છે. આ પ્રસંગે પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર છે.
#WATCH दिल्ली: नए संसद भवन के उद्घाटन समारोह की शुरुआत पूजा से हुई। प्रधानमंत्री नरेंद्र मोदी के साथ पूजा में लोकसभा स्पीकर ओम बिरला भी मौजूद हैं। pic.twitter.com/m45I9DCFSL
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
નવા સંસદની શું છે વિશેષતા?
#WATCH दिल्ली: नए संसद भवन के उद्घाटन समारोह की शुरुआत पूजा से हुई। प्रधानमंत्री नरेंद्र मोदी के साथ पूजा में लोकसभा स्पीकर ओम बिरला भी मौजूद हैं। pic.twitter.com/m45I9DCFSL
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023નવા સંસદ ભવનની રચના ત્રિકોણાકાર છે, ચાર માળના આ સંસદ ભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. ભવનના ત્રણ મુખ્ય દ્વાર છે- જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. તેમાં VIP, સાંસદો તથા મુલાકાતીઓ માટે અલગ-અલગ પ્રવેશ દ્વાર છે. નવા સંસદ ભવનના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી દેશના વિવિધ ભાગોમાંથી મંગાવવામાં આવી છે.નવી ઇમારત જૂની ઇમારત કરતાં 17 હજાર ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. નવા બિલ્ડિંગના નિર્માણમાં અંદાજીત 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 બેઠકોની ક્ષમતા
નવા સંસદ ભવનમાં લોકસભામાં 888 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક છે. હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા 280 છે. નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે. સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ-અલગ ઓફિસ છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાફે અને ડાઇનિંગ એરિયા પણ હાઇટેક છે. સમિતિની બેઠકના અલગ-અલગ રૂમમાં હાઇટેક સાધનો લગાવવામાં આવ્યા છે. અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને vip લાઉન્જ પણ છે.
એન્ટી ડ્રોન અને મિસાઈલ સિસ્ટમથી સુસજ્જ
નવા સંસદ ભવનની સુરક્ષા માટે એન્ટી ડ્રોન અને મિસાઈલ વિરોધી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જો કે સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુરક્ષાના કારણોથી તે બાબત ગુપ્ત રાખવામાં આવી છે. આ અંગે એટલું જ કહીં શકાય કે નવું સંસદ ભવન ખૂબ જ સુરક્ષિત છે. કોઈ પણ હવાઈ હુમલાને ટાળવા માટે ડબલ પ્રોટેક્શન ગિયર હાજર રહેશે. જો ડ્રોન હોય તો તેને ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા અને શૂટર દ્વારા પણ નીચે લાવી શકાય છે. તમે એટલું જ સમજો કે આવી કોઈ વસ્તુ સંસદ ભવન નજીક ન આવી શકે. તેને અધવચ્ચે મારી નાખવામાં આવશે.
PM મોદીએ કર્યો હતો શિલાન્યાસ
સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. આ બિલ્ડીંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.