રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક વખત આને લઈ સમાચારો સામે આવ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતા ઢોરના હુમલાને કારણે થયા છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા કેવા પગલા લેવાયા તે અંગે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આજે સરકારની નવી ઢોર નિયંત્રણ પોલીસીના વિરોધમાં માલધારીઓએ આંદોલન છેડ્યું છે. નવી ઢોર નિયંત્રણ પોલીસીને લઈ માલધારી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.
Ahmedabadના બાપુનગરમાં આજે માલધારી સમાજ એકત્ર થયો, સરકાર સામે મોરચો માંડ્યો #maldhari #ahemedabad #bapunagar #bharwad #gujarat #jamawat #jamawatupdate pic.twitter.com/ozNEjn5d7M
— Jamawat (@Jamawat3) November 24, 2023
રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ઘડાઈ હતી નવી પોલીસી
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCએ રખડતા ઢોરને લઈને કાર્યવાહી તેજ કરી હતી. રસ્તા પર જોવા મળતી ગાયોને પકડવાની કામગીરી કરાઈ હતી. જ્યારે જ્યારે ગાયોને પકડવા માટે ટીમ જતી હતી ત્યારે ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વખત તે ટીમ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી હતી. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ આવે તે માટે નવી પોલીસી બનાવામાં આવી. જે મુજબ ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે.
નવી પોલીસીનો માલધારીઓ કરી રહ્યા છે વિરોધ
આ નવી પોલીસી લાગુ કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. AMCની રખડતા ઢોરની નવી પોલીસી મુજબ આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નવી પોલીસીના વિરોધમાં માલધારી સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું. AMCએ નોંધણી અને વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવાનું ફરજીયાત બનાવતા માલધારી સમાજ રોષે ભરાયો છે.