Gujarat Policeની નવી પહેલ, ગરમીથી રક્ષણ મળે તે માટે ટ્રાફિક જવાનોને અપાશે AC વાળા હેલ્મેટ, જાણો શું તેની ખાસિયતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-19 15:41:10

ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક જવાનને તૈનાત કરવામાં આવતા હોય છે. ગમે તેવી વાતાવરણની પરિસ્થિતિ કેમ ન હોય તેઓ પોતાની ફરજ નિભાવતા હોય છે. ભર તડકમાં પણ ટ્રાફિકના જવાનો રસ્તા પર હાજર હોય છે અને લોકોને અગવડ ન પડે તે માટે કાર્ય કરતા હોય છે. ગરમીમાં પોલીસવાળા પરસેવાથી લથપથ જોવા મળતા હોય છે. ત્યારે હવે ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત મળે તે માટે તેમને એસી વાળા હેલ્મેટ આપવામાં આવશે.  

એસી હેલ્મેટ પોલીસકર્મીને આપશે ગરમીથી રાહત

ટ્રાફિક પોલીસ જેમની સાથે લોકો સૌથી વધારે ઝઘડતા હોય તો પણ તે જવાનો ઠંડી હોય કે તડકો, વરસાદ હોય કે વાવાઝોડું દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી ડ્યુટી કરતાં હોય છે ગરમીમાં પરસેવાથી લથપથ થઈને પણ તે લોકો પોતાની ફરજ પૂરી કરતાં હોય છે ત્યારે હવે તે જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવશે. ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે પોલીસને  એસીવાળા હેલ્મેટ આપ્યા છે. આ હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન ગરમી અને ઉડતી ધૂળથી રક્ષણ આપશે.


ત્રણ અલગ અલગ પોઈન્ટ પર આપવામાં આવ્યા હેલ્મેટ 

ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિકના પૂર્વમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને હેલ્મેટ આપ્યા છે. શહેરના નાના ચિલોડા, પીરાણા અને ઠક્કરનગર એમ ત્રણ અલગ અલગ પોઇન્ટ પરના ટ્રાફિક જવાનોને હેલ્મેટ આપવામાં આવ્યા છે.


હેલ્મેટની અંદર રહેલી હશે બેટરી જે ચાલશે પાંચ દિવસ! 

આ એસી વાળા હેલ્મેટ કેવી રીતે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ આપશે તે અંગે સમજીએ. આ હેલ્મેટ સાથે બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે. એક વખત ચાર્જ કર્યા બાદ 5 દિવસ સુધી હેલ્મેટની બેટરી ચાલે છે. આ હેલ્મેટ વાપરવા બેટરી બેકઅપ માટે બેલ્ટ આપવામાં આવ્યો છે. જે બેલ્ટ પહેરવામાં આવે છે. બેલ્ટ પહેરીને તેને હેલ્મેટ સાથે કનેક્ટ કરાય છે. આ હેલ્મેટની અંદર એક ફેન આપવામાં આવ્યો છે. ફેનને ચાલુ-બંધ કરવા માટે પણ ઓન-ઓફના બટન આપવામાં આવ્યા છે. જે હેલ્મેટ પહેરીને ઓન કરવાથી પવન આવે છે. જેથી ગરમીથી રાહત મળે છે. હેલ્મેટના આગળના ભાગે પારદર્શક પ્લાસ્ટીકનો ગ્લાસ છે જે ટ્રાફિક જવાનને ધૂળ, ધુમાડો, ઉડતી રજકણ સહિતના પ્રદૂષણથી રક્ષણ આપી શકે 

એસી હેલ્મેટને લઈ હર્ષ સંઘવીએ કરી ટ્વિટ 

ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ પહેલને આવકારી છે અને ટ્વીટ કરતાં કહ્યું કે એક મહાન પહેલ ચાલુ છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને અત્યાર સુધીમાં પ્રાયોગિક ધોરણે ત્રણ એસી હેલ્મેટ આપવામાં આવ્યા હતા. મને ખાતરી છે કે આ પ્રકારની હેલ્મેટ આપણા ટ્રાફિક પોલીસને આરામ અને સગવડતા આપશે જેઓ આખો દિવસ સખત ગરમીમાં રસ્તાઓ પર પસાર કરે છે.


ગરમીથી મળશે પોલીસકર્મીને છુટકારો 

ઉપરાંત ટ્રાફિક પૂર્વ DCP સફીન હસને જણાવ્યું હતું કે આ હેલ્મેટ વાતાનુકૂલિત હેલ્મેટ છે. જેના કારણે ગરમીમાં આ હેલ્મેટ પહેરવાથી રાહત મળશે. તથા ધૂળથી રક્ષણ મળે તે રીતે આ હેલ્મેટને ડિઝાઇન કરાયું છે. અત્યારે ત્રણ પોઇન્ટ પર બંને શિફટમાં આવતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓને હેલ્મેટ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ અત્યારે આ નવા હેલ્મેટનો અનુભવ કરી રહ્યા છે. થોડા સમય બાદ પોલીસકર્મીઓનો અનુભવ કેવો રહે છે તેનો સરવે કર્યા બાદ ભવિષ્યમાં આ હેલ્મેટનો ઉપયોગ કરાશે કે નહીં તેનો નિર્ણય લેવાશે.       




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...