રાજદ્રોહનો કાયદો થશે ખતમ, અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું CrPC સુધારા બિલ, જાણો કાયદામાં શું છે જોગવાઈ


  • Published By :
  • Published Date : 2023-08-11 17:06:46

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં સુધારા માટે લોકસભામાં ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા છે. આ ત્રણેય કાનૂનમાં બ્રિટિશ કાળથી અમલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનું લક્ષ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. સજા આપવાનું નહીં. તેમણે કહ્યું કે જે કાયદાઓને નાબુદ કરવામાં આવશે, તેનું લક્ષ્ય બ્રિટિસ શાસનનું રક્ષણ કરવાનું અને તેને મજબુત બનાવવાનું હતું. તે કાયદામાં સજા કરવાનો વિચાર હતો, ન્યાય આપવાનો નહીં. હવે આ ત્રણ નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ને આગળની તપાસ માટે સંસદીય પેનલ પાસે મોકલામાં આવશે. 


નવા બિલમાં શું જોગવાઈ છે?


-બિલ મુજબ નવા કાયદાના માધ્યમથી કુલ 313 પરિવર્તનો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા આપરાધિક ન્યાય પ્રણાલીમાં પૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે કલમોમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, જ્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકઠા કરશે. 


-રાજદ્રોહની સજા બદલી દેવામાં આવી છે, નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવવામાં આવ્યું છે. કેટલાક ફેરફારોની સાથે કલમ 150 હેઠળ કેટલીક જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. પ્રસ્તાવિત કલમ 150માં રાજદ્રોહમાં આજીવન કારાવાસ કે ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. 


-સરકારી કર્મચારી સામે જો  કોઈ કેસ નોંધાય છે તો 120 દિવસમાં જ કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે.


-સંગઠિત ગુનામાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે.  મૃત્યુદંડને આજીવન કારાવાસમાં બદલી શકાય છે. પરંતું સંપુર્ણ રીતે મુક્ત કરવા આસાન નહીં બને.


-રાજદ્રોગને સંપુર્ણપણે ખતમ કરવામાં આવ્યો છે, દોષિચોતેની સંપત્તી જપ્ત કરવાનો આદેશ કોર્ટ આપશે, પોલીશ અધિકારી નહીં. તમામને 3 વર્ષમાં ન્યાય મળશે.


IPCની નવી  અને જુની કલમોમાં સમાન જોગવાઈ


 145: ભારત સરકાર સામે યુધ્ધ છેડવું/ યુધ્ધ છેડવાનો પ્રયાસ કરવો કે યુધ્ધ છેડવા માટે ઉશ્કેરવા. આ વર્તમાન કલમ 121 ની સમાન જ છે.


 146: યુધ્ધ છેડવાનું ષડયંત્ર, આ વર્તમાન કલમ 121 એની સમાન જ છે. 


 147: ભારત સરકાર સામે યુધ્ધ છેડવાના ઈરાદાથી હથિયાર વગેરે એકત્રિત કરવા, આ વર્તમાન કલમ 122ના સમાન જ છે. 


 રાજદ્રોહનો કાયદો ખતમ થશે, તેનું સ્થાન હવે કલમ 150 લેશે અને તેના હેઠળ આરોપ નક્કી કરવામાં આવશે. કલમ 150 કહે છે કે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને ખતરામાં મુકવાનું કૃત્ય 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.