સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બીસીસીઆઈની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે નવા પ્રમુખ રોઝર બિન્ની બનશે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી બની શકે છે. અગાઉ ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા બનશે. તેમજ ખજાનચી આશિષ સેલર બનશે.
ક્યારે થશે BCCIની ચૂંટણી?
BCCIની ચૂંટણી આગામી 18 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે યોજાવા જઈ રહી છે. આવતીકાલ સુધી નામાંકન લેવાની તારીખ આપવામાં આવી છે. 13 ઓક્ટોબરે નામાંકન અરજીની ચકાસણી કરવામાં આવશે. આગામી 15 ઓક્ટોબરે નામાંકનની પહેલી સૂચિ જાહેર કરવામાં આવશે.