અનેક લોકો એવા હોય છે જેમને બે ટંક ભોજન પણ નસીબ નથી થતું. અનેક શ્રમિકો એવા હોય છે જેમણે ભોજન માટે વલખા મારવા પડતા હોય છે. દિવસ દરમિયાન મહેનત એટલા માટે કરતા હોય છે કે તેમને બે ટાઈમ જમવાનું મળે પરંતુ અનેક વખત રોજ કમાઈને રોજ ખાનારા લોકોને રોજગારી નથી મળતી. ત્યારે ગુજરાતના શ્રમિકોને ભરપેટ ભોજન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો છે. રાજ્યમાં નવા 155 કેન્દ્રોનો શુભારંભ મુખ્યમંત્રીના વરદ હસ્તે થયો છે. 155 નવા કેન્દ્રોનો સીએમએ કરાવ્યો શુભારંભ..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યના શ્રમ-રોજગાર મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિદીઠ ફક્ત ₹5 માં પૌષ્ટિક ભોજન પૂરું પાડતા 155 નવાં ભોજન વિતરણ કેન્દ્રોનો રાજ્યના 17… pic.twitter.com/G2yR5nhOeh
— CMO Gujarat (@CMOGuj) November 10, 2023
નવા 155 ભોજન કેન્દ્રોનો કરાયો શુભારંભ
ગુજરાતના તમામ મોટા શહેરોમાં કડીયાનાકા આવેલા છે. મજુરો રોજનું કમાઈને રોજનું ખાનારા હોય છે. અનેક વખત આખો દિવસ વિતી જાય છે પરંતુ તેમને કોઈ દિવસ મજુરી નથી મળતી. મજૂરી ન મળે તો આખો દિવસ બેકાર રહે છે. આ સ્થિતીમાં તેઓ અને તેમનો પરિવાર ભરપેટ ભોજન કરી શકે તે જરૂરી છે. રાજ્ય સરકારે આ જે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ સીએમ દ્વારા કરાયો છે. આ ભોજન વિતરણ કેન્દ્રોમાં સ્થાનિક મજૂરોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પિરસવામાં આવશે.
શ્રમિકોને મુખ્યમંત્રીએ પીરસ્યું ભોજન!
અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. હાલ 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુના શ્રમિકોને ભોજનનો લાભ મળે છે ત્યારે નવા કેન્દ્રોનો આરંભ થવાથી વધારે શ્રમિકોને ભરપેટ ભોજન મળશે. મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે ભોજન પણ લીધું હતું.