નેપાળના પોખરામાં 72 લોકો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ, ફ્લાઈટ બની આગનો ગોળો


  • Published By :
  • Published Date : 2023-01-15 12:49:13

નેપાળમાં એક પેસેન્જર પ્લેન ક્રેસ થયું છે, કાઠમાંડુથી પોખરા જઈ રહેલા યતિ એરલાઈન્સનાં ATR-72 વિમાનમાં 68 મુસાફરોની સાથે ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. આ ભયાનક દુર્ઘટનામાં તમામ 72 લોકોના મોતની આશંકા છે. 


ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા


યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હજુ આ પ્લેન ક્રેશ વિશે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.


વિમાન ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન


વિમાન ક્રેસ થવાના પાછળના કારણોની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટીએ જ ખરાબ હવામાન હોવાનું જણાયું છે. ધુમ્મસ અને ભેજવાળા હવામાનના કારણે પ્લેન એક પહાડ સાથે અથડાયું હતું. ક્રેશ થતાની સાથે જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના કારણે લોકોને બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ નદી પાસે હોવાનું જાણવા મળ્યું છે.


30 મૃતદેહ બહાર કઢાયા


દુર્ઘટનાગ્રસ્ત વિમાન આગનો ગોળા બની ગયું હતું. તેથી મુસાફરોના બચવાની શક્યતા ઓછી છે. અત્યાર સુધીમાં 30 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે. જો કે હજુ સુધી કુલ મૃત્યુઆંક જાણી શકાયો નથી.


નેપાળમાં દુર્ઘટનાઓનો જુનો ઈતિહાસ છે


નેપાળમાં વિમાન દુર્ઘટના એ નવી વાત નથી. નેપાળમાં અત્યાર સુધીમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ જ નહીં પરંતુ વિદેશી ફ્લાઈટ્સમાં પણ અનેક લોકોના મોત થાય છે. નાપાળમાં છેલ્લા 30 વર્ષોમાં લગભગ 30 જેટલી જીવલેણ વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે, નેપાળના એરપોર્ટમાં યાત્રિકોની સુરક્ષા માટે કોઈ આધુનિક વ્યવસ્થા પણ નથી. મે 2022માં નેપાળના પોખરામાં જ તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે નેપાળના કાઠમંડુ એરપોર્ટ પરથી જ ભારતનું વિમાન આઈ સી 814 વિમાન 24 ડિસેમ્બર 1999ના રોજ હાઈજેક કરવામાં આવ્યું હતું.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...