ગીર-સોમનાથના વેરાવળમાં યુવકે પાડોશીના બાથરુમમાં લગાવ્યો સ્પાય કેમેરો, યુવાન સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-08-18 19:00:33

હોટલો, રેસ્ટોરન્ટ્સ અને સાયબર કાફેમાં સ્પાય કેમેરા મળી આવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હમણા થોડા દિવસ પહેલા જ જામનગર નજીક દરેડમાં આવેલી પીએનબીની બ્રાન્ચના ટોયલેટમાંથી સ્પાય કેમેરા મળી આવતા ચકચાર મચી ગઈ હતી. હવે આવો જ એક કિસ્સો ગીર સોમનાથના વેરાવળમાંથી સામે આવ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં એક વિકૃત મગજના યુવકે પોતાના પાડોશીના બાથરુમમાં સ્પાય કેમેરા ગોઠવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.


વિકૃત યુવકનું કારસ્તાન 


વેરાવળના 80 ફૂટ રોડના પોશ વિસ્તારમાં યુવકે પાડોશીના બાથરુમમાં કેમેરા મુકી દીધા હતા. જે પછી તે બાથરૂમમાં મહિલાઓની પ્રવૃત્તિના વીડિયો ઉતારતો હતો. ગોપાલ વણિક નામના યુવકનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યુ છે. ગઈ કાલે સાંજે મહિલાને બાથરૂમની જાળીમાં ફિટ કરેલો કેમેરો નજરે આવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. જે પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મહિલા સ્પાય કેમેરો જોઈ ચોંકી ઉઠી 


આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહ્યો છે. મકાનના બાંધકામ સમયે તેણે પાડોશી સાથે અડીને બનતી દિવાલમાં બાથરૂમમાં સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. મહિલાએ જ્યારે બાજુમાં પાડોશીના મકાનમાં જઈને જોયું તો સ્પાય કેમેરાની આખી હકીકત સામે આવી હતી. આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહ્યો છે. મકાનના બાંધકામ સમયે તેણે પાડોશી સાથે અડીને બનતી દિવાલમાં બાથરૂમમાં સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. જો કે મહિલાએ કેમેરો પકડી લેતા યુવકના કારસ્તાનનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે વેરાવળ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગરની દરેડ PNBની બ્રાન્ચમાંથી ઝડપાયો હતો કેમેરો


ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા જામનગર નજીકના દરેડ ગામમાં પીએનબીની બ્રાન્ચના મહિલા વોશરૂમમાંથી સ્પાય કેમેરો ઝડપાયો હતો.  આ સ્પાય કેમેરા બ્રાન્ચના ઈન્ચાર્જ મેનેજરે જ લગાવ્યો હોવાનું બેંકની જ એક મહિલા કર્મચારીએ જ ફરિયાદ કરી જણાવ્યું હતું. મહિલા કર્મચારીની ફરિયાદની થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?