હવે આ નામથી ઓળખાશે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, ભાજપે નામ બદલતા કોંગ્રેસના નેતાઓએ દર્શાવ્યો વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 17:14:17

ભાજપ દ્વારા અનેક જગ્યાઓના નામો બદલવામાં આવ્યા છે. એ પછી શહેરનું નામનું હોય કે પછી સ્ટેડિયમ કે કોઈ જગ્યાનું નામ હોય. ત્યારે ભાજપ દ્વારા નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નહેરૂના નામથી ઓળખાતું મેમોરિયલ હવે પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. મ્યુઝિયમનું નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.  


નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું બદલાયું નામ!

દિલ્હી ખાતે આવેલું નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીને હવેથી પ્રાઈમમિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટી તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેનું નામકરણ કરવામાં આવ્યું છે. એનએમએમએલ સોસાયટીની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અધ્યક્ષતા રાજનાથસિંહ દ્વારા કરાઈ હતી.  જે નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલવામાં આવ્યું છે તે જવાહરલાલ નહેરૂનું નિવાસસ્થાન છે. તે ઘરમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


નામ બદલાતા કોંગ્રેસના નેતાઓએ નોંધાવ્યો વિરોધ!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.


અનેક જગ્યાઓના બદલાયા છે નામ! 

મહત્વનું છે કે પહેલી વખત નથી જ્યારે ભાજપ દ્વારા નામકરણ કરવામાં આવ્યું હોય. આની પહેલા મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?