નકલી નાયબ કલેક્ટર ઝડપાતા હડકંપ, બારડોલીના બાબેનની નેહા પટેલે અનેક લોકો સાથે આચરી લાખોની ઠગાઈ


  • Published By :
  • Published Date : 2023-10-04 20:01:38

રાજ્યમાં બનાવટી સરકારી કર્મચારીઓનો જાણે રાફડો ફાટ્યો છે, થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક નકલી પોલીસની ધરપકડ કરાઈ હતી. જયારે હવે એક નવો મામલો સામે આવ્યો છે, બારડોલીના બાબેન ગામની એક બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા પટેલ ઝડપાઇ છે. આ ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરવામાં ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલાએ તે ખેડૂત સાથે 22.28 લાખની છેતરપિંડી કરી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ આચરનારી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડેડીયાપાડા, કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયાની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.



કઈ રીતે ઝડપાઈ ઠગ નેહા પટેલ?


બારડોલીના બાબેન ગામની નેહા પટેલની છેતરપિંડી આચરવાની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ક્યારેક ડેપ્યુટી કલેક્ટર તો ક્યારેક એસ.પી બનીને આ મહિલા ભોળા લોકો સાથે ઠગાઈ આચરતી હતી. માંડવી તાલુકાના તારાપુર ગામના ખેડૂત રામુ ચૌધરીને પોતે નર્મદા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત હોવાનું જણાવી મહિલાએ રામુ ચૌધરીને પોતાની જાળમાં ફસાવ્યો અને સ્ટેચ્યુ પરથી બહાર પડતા કામોમાં પૈસા રોકી ત્યાંથી મોટું કમિશન મળવાની લાલચ આપી રામુ ચૌધરી પાસેથી 22.28 લાખ પડાવી લીધા. જોકે પોતે છેતરાયો હોવાનું ભાન થતા રામુ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મહિલા ચીટર પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. 


2018થી શરૂ કર્યો હતો ઠગાઈનો ધંધો


નેહા પટેલની છેતરપિંડીનો આ સિલસિલો 2018 થી શરૂ થઈ ગયો હતો. 2018માં મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી યોગેશ મનસુખ વિરાનીને પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી એગ્રીકલ્ચર ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફર કરાવી આપવા તેમજ સુરતના વેસુ ખાતે આવેલી એક જમીન જંત્રીના ભાવે અપાવવાના નામે 32 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ અડાજણ ખાતે રહેતા રવજી ખોખર નામના ફરિયાદીને 2021મા પોતાની વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકે ઓળખ આપી અને નકલી આઈકાર્ડ બતાવી અડાજણ સ્ટાર બજાર ક્રોમાં સેન્ટર પાછળ આવેલી સરકારી જમીન ફાળવણી કરાવી આપવાની કહી તેમજ કામરેજના વાલક ગામે આવેલી 73 AA વાળી એક જમીન ટાઇટલ ક્લિયર કરી ફાળવણી કરી આપવાના નામે 1.55 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ ડેડીયાપડા પાડાના કૃતિક ચૌધરીને પોતે સુરત જિલ્લા પોલીસ વડા તરીકેની ઓળખ આપી, ગાડીમાં પોલીસ તરીકેની પ્લેટ લગાવી. પોલીસ વરદી તેમજ કેપ પહેરી ફરિયાદીને વન વિભાગમાં આર એફ તો તરીકેની નોકરી અપાવવાના નામે 13 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત સુરતના કતારગામ ના ફરિયાદી ગુણવંત ભાઈ આંબલિયાને વડોદરાના ડેપ્યુટી કલકેટર તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી નવસારી ખાતે આવેલી એક જમીન સસ્તામાં અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.