આ વખતનું લોકસભાનું સત્ર હંગામેદાર રહેશે તેવું લાગતું હતું. અનેક મુદ્દાઓ એવા હતા જેને લઈ વિપક્ષ સરકારને ઘેરશે તેવું લાગતું હતું. સૌથી વધારે ચર્ચા જેની થઈ હતી તે હતી NEET પરીક્ષાની.. નીટનો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે... શિક્ષણ મંત્રી જ્યારે શપથ લેવા માટે ગયા હતા ત્યારે વિપક્ષ દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા. આજે પણ જ્યારે સત્ર શરૂ થયું, ચર્ચાનો આરંભ થયો ત્યારે નીટનો મુદ્દો ઉઠ્યો, હંગામો થયો અને સંસદની કાર્યવાહી પહેલી જુલાઈ સુધી સ્થગિત થઈ ગઈ..
પહેલી જુલાઈ સુધી લોકસભા થઈ સ્થગિત
લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ પહેલું સત્ર હાલ ચાલી રહ્યું છે. સત્રની શરૂઆત થાય તે પહેલા અનેક ઘટનાઓ એવી હતી જેને કારણે સરકારને ઘેરવાની તૈયારી વિપક્ષે કરી હતી. સૌથી મહત્વનો મુદ્દો હતો નીટનો.. પરીક્ષામાં જ્યારે ગેરરીતિ થાય છે, પેપર ફૂટે છે ત્યારે અનેક લોકોના સપના તૂટી જાય છે. આ મુદ્દાને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. આજે જ્યારે સત્રની કાર્યવાહી શરૂ થઈ ત્યારે આ મુદ્દો લોકસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા સંસદમાં ભારે હંગામો કરવામાં આવ્યો હતો. પહેલી જુલાઈ સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
નીટનો મુદ્દો રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો અને..
NEET એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ કે જે મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી exam છે. આ મામલે લોકસભામાં વિપક્ષે જબરદસ્ત હંગામો કર્યો હતો. વિપક્ષની માગ છે કે NEET પર ચર્ચા કરવામાં આવે . પણ સત્તાધારી પક્ષ NDA આ માટે તૈયાર નથી. આટલું જ નહીં , ઈન્ડિ ગઠબંધને પેહલી જુલાઈના રોજ સંસદમાં આવેલા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ પાસે CBI અને ED દ્વારા જે રીતે વિરોધ પક્ષના નેતાઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે ધરણાનું આયોજન કરેલું છે.
કોંગ્રેસનો આરોપ છે કે માઈક બંધ કરી દેવાયા!
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જ્યારે લોકસભામાં ભાષણ આપ્યું અને કહ્યું કે, સરકાર અને વિરોધ પક્ષ તરફથી NEETના વિદ્યાર્થીઓને એક મેસેજ આપવો છે. માટે જ આ વિદ્યાર્થીઓનું માન રાખવા માટે આપણે NEET પર ચર્ચા કરવી જોઈએ. પણ આ પછી તરતજ રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું તેવો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ તો વાત થઈ લોકસભાની પરંતુ રાજ્યસભામાં પણ વિપક્ષ દ્વારા પેપર લીકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું પણ માઈક બંધ કરી દેવામાં આવ્યું તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
જ્યારે જ્યારે સંસદની કાર્યવાહી સ્થગિત થાય છે ત્યારે ત્યારે..
મહત્વનું છે કે જ્યારે સંસદમાં સત્ર ચાલે છે ત્યારે તે આપણા પૈસાથી ચાલે છે. જનતા જે ટેક્સ ભરે છે તેના પૈસાથી સંસદ ચાલે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. જ્યારે જ્યારે સત્ર સ્થગિત થાય છે ત્યારે જનતાના પૈસા પાણીમાં જાય છે. અનેક વખત એવું જોવા મળ્યું છે કે સંસદની કાર્યવાહી શરૂ થાય છે થોડી મિનીટોની અંદર સ્થગિત થઈ જાય છે. હોબાળો થવાને કારણે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..