મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આજે યોજાશે NEETની પરીક્ષા, 21 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-05-07 12:21:05

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે દેશની સૌથી મોટી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 આજે 7 મેના રોજ યોજાશે. NEETની પરીક્ષા દેશના 499 શહેરોમાં 4000 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજીત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2023) આજે રવિવારના રોજ બપોરે 2 થી 5.20 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે ઉમેદવારોએ તમામ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. 


20.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


NEET UGની પરીક્ષામાં 20 લાખ 86 હજાર વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન યોજાશે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 582 પરીક્ષા કેન્દ્રો અને બીજા નંબર પર યુપીમાં 451 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનના 24 શહેરોમાં 354 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


પરીક્ષામાં અંગ્રેજી ભાષાનો દબદબો


NTAના ડાયરેક્ટર જનરલ વિનીત જોશીએ જણાવ્યું હતું કે રવિવારે યોજાનારી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરના 499 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે NEET UG પરીક્ષામાં લગભગ 16 લાખ 72 હજાર 912 વિદ્યાર્થીઓએ પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજી પસંદ કર્યું છે. જ્યારે હિન્દી ભાષાને બે લાખ 76 હજાર 175 ઉમેદવારોએ પસંદ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?