નીરજ ચોપરાએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રવિવારનો દિવસ ભારત માટે સુર્વણ દિવસ તરીકે યાદગાર રહેશે કારણ કે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વધુ એક સુર્વણ પદક પોતાના નામે કરી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા બની ગયા છે. જેવેલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરનો થ્રો કરી ભારતમાં ઈતિહાસ રચ્યો છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ
27 ઓગસ્ટ 2023 હંગેરીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને દરેક ભારતીયની નજર નરજ ચોપરા પર હતી. કારણ કે ગઈકાલે મેન્સ જેવલિન થ્રો ફાઈનલ યોજાઈ હતી અને ફાઈનલ સુધી ગોલ્ડન બોય નિરજ ચોપરા પહોંચ્યા હતા. ફાઈનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે ટસલ જામી હતી. પરંતુ અંતે ભારતના ગોલ્ડન બોય ગણાતા નીરજ ચોપરાએ પોતાનું નામ ઈતિહાસમાં દર્જ કરાવી દીધું છે. મહત્વનું છે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ ભારત પાસે નહોતો. ત્યારે ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય બન્યા છે. ભારત માટે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે.
પીએમ મોદીએ પાઠવી શુભકામના
મહત્વનું છે 2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. 7 વર્ષ પછી નીરજે ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. નીરજ ચોપરાની સિદ્ધિને પીએમ મોદીએ બીરદાવી છે.