સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ બુધવારે બપોરે ધરપકડ કરાયેલી નીલમ વિશે મહત્વની માહિતી સામે આવી છે. તે હરિયાણાના જીંદની રહેવાસી છે. નીલમના ભાઈએ કહ્યું કે અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ છે. અમને ખબર હતી કે તે અભ્યાસ માટે હિસારમાં હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી અને ગઈકાલે જ પાછી ગઈ હતી.નીલમના ભાઈએ આપેલી માહિતી મુજબ તેણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. નિલમે ઘણી વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે અને ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો.
ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હતો
નીલમના ભાઈ રામનરેશે જણાવ્યું હતું કે, “નીલમ મારી મોટી બહેન છે. અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ હતી. અમને ફક્ત એટલું જ ખબર હતી કે અમે તેને વધુ અભ્યાસ માટે હિસારમાં રાખી હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી, કાલે પાછી ગઈ હતી. તે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET લાયકાત ધરાવે છે.” ખેડૂત આંદોલન તેનું પ્રથમ આંદોલન હતું. આ કારણોસર અમે તેને હિસારમાં છોડી દીધું હતું. આ ઘટનાને 6 મહિના થઈ ગયા છે. આજની ઘટના વિશે મોટા ભાઈએ અમને માહિતી આપી હતી. અમારા પિતા કંદોઈ છે, મારો ભાઈ અને હું દૂધ વેચવાનું કામ કરીએ છીએ. અમને ખબર નથી કે તેણે સારું કામ કર્યું છે કે ખરાબ.”
#WATCH | Jind, Haryana | Younger brother of one of the accused - Neelam - who was caught from outside the Parliament, says, "...We didn't even know that she went to Delhi. All we knew was that she was in Hisar for her studies...She had visited us the day before yesterday and… pic.twitter.com/tTtYm3tXfP
— ANI (@ANI) December 13, 2023
નીલમની માતાએ શું કહ્યું?
#WATCH | Jind, Haryana | Younger brother of one of the accused - Neelam - who was caught from outside the Parliament, says, "...We didn't even know that she went to Delhi. All we knew was that she was in Hisar for her studies...She had visited us the day before yesterday and… pic.twitter.com/tTtYm3tXfP
— ANI (@ANI) December 13, 2023નીલમની માતા સરસ્વતીએ મીડિયાને જણાવ્યું હતું કે, “તે બેરોજગારીને લઈને ખૂબ જ ચિંતિત હતી. અમે તેની સાથે વાત કરી પરંતુ તેણે અમને દિલ્હી વિશે કશું કહ્યું નહોતું. તે મને કહેતી હતી કે તે આટલી ભણેલી છે છતાં તેની પાસે કોઈ નોકરી નથી. હું મરી જાઉં એ સારું. અમે ગરીબ લોકો છીએ અને માંડ માંડ જીવન ગુજારીએ છીએ.