અદાણી ગ્રુપે NDTV (ન્યૂ દિલ્લી ટેલિવિઝન લિમિટેડ) પર મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રુપ NDTVને ખરીદવા માંગે છે તે સમાચાર બહાર આવ્યા ત્યાર બાદ આ કંપનીના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી NDTVના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ સમયગાળામાં NDTVના શેરોમાં 68 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ગત એક વર્ષમાં NDTVના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં NDTVના શેર લગભગ 450 ટકા જેટલા ચઢ્યા છે.
1 વર્ષમાં 1 લાખના બન્યા 5.85 લાખ રૂપિયા
NDTVના શેરનો ભાવ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે BSE પર 72.45 રૂપિયાના સ્તર પર હતો. આ જ શેર 26 ઓગસ્ટ 2022ના દિવસે 5 ટકાના અપર સર્કિટ સાથે 423.85 રૂપિયાના સ્તર પર હતો. જો કોઈ વ્યક્તિએ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે NDTVના શેરમાં એક લાખ લગાવ્યા હોત તો આ જે તેનું ઈન્વેસ્ટમેન્ટ 5.85 લાખ રૂપિયા જેટલું થયું હોત.
અઢી વર્ષમાં 1500 ટકાથી પણ વધુ રિટર્ન
NDTVના શેરએ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં કંપનીના શેરે 1500 ટકાથી પણ વધુનું રિટર્ન આપ્યું છે. NDTVના શેર 20 માર્ચ 2020ના દિવસે BSEમાં 21.95 રૂપિયાના સ્તરે હતો. જે 26 ઓગસ્ટ 2022ના દિવસે 423.85 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ અઢી વર્ષમાં NDTVના શેરો પરનું એક લાખનું રોકાણ વધીને 19.30 લાખ રૂપિયા થઈ ગયું છે.