NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો, અમિત શાહે કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-02-10 14:03:31

તુર્કીને ધ્રુજાવી નાખનારા ભૂકંપના કારણે અત્યાર સુધી 11 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે. આ ભયાનક ધરતીકંપ બાદ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જોરશોરથી બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલી બચાવ ટુકડીઓ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાના સતત પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ભારતની NDRFની ટીમે પણ અભૂતપૂર્વ કામગીરી કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. NDRFની ટીમે કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને બચાવી છે.


બાળકીને કઈ રીતે બચાવી?


તુર્કી મોકલવામાં આવેલી NDRF અને ઇન્ડિયન આર્મીની ટીમ ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ કાટમાળ નીચે દબાયેલાં લોકોને શોધીને નવું જીવન આપી રહી છે. NDRF આઠમી બટાલિયન ગાઝિયાબાદની ટીમે ભૂકંપના 90 કલાક પછી 6 વર્ષની બાળકીને જીવતી રેસ્ક્યૂ કરી છે. ત્યાં જ પરિવારના ત્રણ સભ્યોને ગુમાવી ચૂકેલી 13 વર્ષની બાળકી 72 કલાક પછી કાટમાળમાંથી જીવતી બહાર આવી છે અને હવે તે ઇન્ડિયન આર્મીની 60 પેરા ફીલ્ડ હોસ્પિટલ આગ્રામાં દેખરેખ હેઠળ છે.  સેનાની આઠમી બટાલિયનની ટીમ તુર્કીના ગાજિયાન્ટેપ પ્રોવિન્સના નૂરદાગ શહેરમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. NDRFની ટીમે ગુરુવાર રાતે 6 વર્ષની બાળકીને જીવિત અને 6 લોકોના શબ બહાર કાઢ્યા છે. એલ્વાનમાં બેરેન નામની આ બાળકી 90 કલાક પછી કાટમાળમાંથી બહાર આવી છે. તેને તરત જ હોસ્પિટલ મોકલવામાં આવી છે. લોકલ રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી નૂરદાગમાં લગભગ 1100 લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને લગભગ 2000 લોકો ઘાયલ છે.


અમિત શાહે પણ અંગે ટ્વીટ કર્યું


ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને બચાવનો વીડિયો પણ શેર કર્યો છે. ટ્વીટર પર તુર્કીનો એક વીડિયો શેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, 'અમને આપણા NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં, IND-11 ટીમે ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છીએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?