જ્યારે કોઈ કુદરતી આફત દેશ પર આવતી હોય છે ત્યારે બચાવની કામગીરી માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવતી હોય છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું અને તે દરમિયાન રેસ્ક્યુ માટે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું ગયું પરંતુ પોતાની પાછળ તબાહી છોડતું ગયું. ત્યારે બચાવ કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે જે તમારૂં દિલ જીતી લેશે. દ્વારકા સહિત અનેક જગ્યાઓ પરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે.
સ્થળાંતર વખતે લોકોને કરી હતી મદદ!
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વૃક્ષ તેમજ વીજપોલ ધરાશાયી થયાની માહિતી સામે આવી હતી. વરસાદનો ખતરો પણ ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પણ પોલીસ તેમજ આ ટીમે માનવતા મહેકાવી હોય તેવા વીડિયો તેમજ ફોટા સામે આવ્યા હતા. ત્યારે હવે એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને પોતાના ખભે બેસાડી સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.
#WATCH | Gujarat: NDRF Personnel conduct road clearance operation in Naliya after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday. pic.twitter.com/etMkpOKhsK
— ANI (@ANI) June 16, 2023
ખભે બેસાડી લોકોને કરી મદદ!
#WATCH | Gujarat: NDRF Personnel conduct road clearance operation in Naliya after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday. pic.twitter.com/etMkpOKhsK
— ANI (@ANI) June 16, 2023દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો સૌથી વધારે હતો. વાવાઝોડાએ લેન્ડ ફોલ કરી લીધું છે અને આગળ પણ વધી ગયું છે. બિપોરજોયની ગંભીરતાને જોતા ગુજરાતમાં NDRFની તેમજ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી તે ઉપરાંત સેનાના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. વાવાઝોડા પહેલા જ્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવતું હતું તે દરમિયાન તો આ ટીમોએ પ્રશંસનિય કામગીરી કરી હતી પરંતુ તે બાદ સર્જાયેલી તબાહીને પહોંચી વળવા પણ કામે લાગી છે. વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ટીમ ક્યાંક વૃક્ષોને હટાવવાની કામગીરી કરી રહી છે તો કોઈ જગ્યાઓ પર લોકોને ખસેડવામાં મદદ કરી રહી છે. ત્યારે સંકટ સમયે આ લોકો દેવદૂત બની મદદ માટે પડખે ઉભા રહે છે.